તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:મહેસાણા નગરપાલિકા બંધ દુકાનોનો સર્વે કરી ભાડે આપશે

મહેસાણા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાલિકાના ચોપડે 735 દુકાનોમાંથી 19 ખાલી

મહેસાણા શહેરમાં નગરપાલિકાની માલિકીના 7 કોમ્પલેક્ષમાં નાની-મોટી 735 દુકાનો છે, જે વર્ષોથી ભાડાપટ્ટે અપાય છે. પ્રાથમિક માહિતી મુજબ, હાલ 735માંથી 716 દુકાનોનાં ભાડા આવતા હોઇ ચાલુ છે, જ્યારે 19 દુકાનો ખાલી છે. જોકે, ખરેખર કેટલી દુકાનો કયા કોમ્પલેક્ષ માં ચાલુ કે બંધ છે તેનો વાસ્તવિક રિપોર્ટ અધિકારીએ માગતાં ટીમે સર્વે હાથ ધર્યો છે.

પાલિકાની ઇમારત બાંધકામ લાગત શાખાના સૂત્રો મુજબ, પાલિકાની માલિકીના કોમ્પલેક્ષો પૈકી મહાત્મા ગાંધી શોપિંગ સેન્ટરમાં 225 પૈકી 4, પિલાજીગંજમાં 167 પૈકી 9, ટીબી રોડ શોપિંગ સેન્ટરમાં 48 પૈકી 3, પરા તળાવ કોમ્પલેક્ષમાં 162 પૈકી 3 દુકાન ખાલી છેે. રાજમહેલ રોડ શોપિંગમાં 92, રંગમહેલ ટેકરા પાલિકા નીચે 25 અને વિસનગર લીંક રોડ બિલાડી બાગ શોપિંગ સેન્ટરમાં તમામ 16 દુકાનો ચાલુ હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે. કારોબારી ચેરમેન કૌશિક વ્યાસે કહ્યું કે, પાલિકા માલિકીના કોમ્પલેક્ષોમાં નિયત ડિપોઝિટ લઇ દુકાનો ભાડે આપે છે. જેમાં કેટલી દુકાનો ખાલી છે તેની વિગતો આવ્યા પછી હરાજી કરી ભાડાપટ્ટે આપવાનું આયોજન કરાશે.

અન્ય સમાચારો પણ છે...