લોકડાઉન-4:મહેસાણા નગરપાલિકાની ટીમે માસ્ક વિનાના નિવૃત્ત પોલીસકર્મી પાસે દંડ વસૂલવા પોલીસ બોલાવાઇ

મહેસાણા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • એ ડિવિઝન પોલીસ મથકે લઇ જતાં દંડની રકમ જમા કરાવી

મહેસાણામાં લોકડાઉન-4 દરમિયાન ઘરની બહાર નીકળતા માસ્ક પહેરવું ફરજીયાત હોવા છતાં ઘણા લોકો માસ્ક પહેર્યા વગર જ ફરતા હોઇ કોરોના સંક્રમણનું જોખમ રહે છે. આવા લોકો નજરે પડતાં નગરપાલિકાની ટીમ દ્વારા રૂ.200 દંડ વસૂલી હવેથી માસ્ક પહેર્યા વિના બહાર નહીં નીકળવા સૂચના અપાય છે.  મંગળવારે સવારે શહેરના સોમનાથ ચાર રસ્તા નજીક પાલિકાની ટીમ પહોંચી ત્યારે એક નિવૃત્ત પોલીસ કર્મચારીએ માસ્ક પહેરેલો ન હોઇ દંડ ભરવા સૂચવતાં તેમણે નનૈયો ભણી દીધો હતો. જેથી પાલિકાની ટીમે જિલ્લા પોલીસ કંટ્રોલમાં ફોન કરી પોલીસ બોલાવવી પડી હતી. આ નિવૃત્ત કર્મચારીને લઇ ગયા બાદ એ ડિવિઝન પોલીસ મથકે નિવૃત્ત પોલીસકર્મી નટુભાઇ પરમારના નામે રૂ.200 પાવતી બનાવીને દંડ જમા લેવાયો હતો. પાલિકાના સૂત્રોએ કહ્યું કે, નિવૃત્ત કર્મચારી સરકાર માસ્ક આપે તો પહેરું એવું કહેતા હતા. એક મહિલા પોલીસ કર્મીએ તેમને માસ્ક આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...