તંત્રની બેદરકારી:કોરોના કેસ જાહેર થયાના બે દિવસે મહેસાણા પાલિકાને જાણ કરાય છે

મહેસાણા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આરોગ્ય વિભાગ, મામલતદાર અને નગરપાલિકા વચ્ચે સંકલનનો અભાવ
  • સોમ-મંગળવારના 74 કેસનાં લોકેશન બુધવાર બપોર સુધી મળ્યાં નહોતાં

મહેસાણા શહેરમાં આરોગ્ય વિભાગ, મામલતદાર અને પાલિકા વચ્ચે સંકલનના અભાવે કોરોના પોઝિટિવ વ્યક્તિ જાહેર થયા પછી વિસ્તારમાં સેનેટાઈઝેશન, કન્ટેન્ટમેન્ટ સહિતની કામગીરીમાં વિલંબ સર્જાઈ રહ્યો છે. સોમવારે શહેરમાં કોરોના પોઝિટિવ 38 અને મંગળવારે 36 કેસ આરોગ્ય તંત્રએ જાહેર કર્યા હતા. આ વિસ્તારમાં સેનેટાઈઝેશન કરવાનું કામ નગરપાલિકાએ થાય. પરંતુ બુધવારે બપોર સુધી સત્તાવાર રીતે લોકેશન દર્શાવતું જાહેરનામું પાલિકા સુધી પહોંચ્યું ન હતું.

આ અંગે મહેસાણા સિટી મામલતદાર એ.એસ. પંચાલે કહ્યું કે, આરોગ્ય વિભાગ ગાઇડ લાઇન મુજબ ઘર નંબર વગેરે તૈયાર કરી મોકલી આપે એ જ દિવસે અહીંથી કન્ટેન્ટમેન્ટ ઝોનના ઓર્ડર કરાય છે. વધુ વિસ્તાર હોય એટલે ઓપરેટર મારફતે કામગીરીમાં થોડો સમય લાગતો હોય.

મહેસાણા તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. સુહાગ શ્રીમાળીએ કહ્યું કે, કોરોના પોઝિટિવ કેસ પછી કેટલા ઘર, વસ્તીને કન્ટેન્ટમેન્ટમાં લેવા જરૂરી છે તે બધી પ્રક્રિયા કરવાની હોય એટલે સ્વાભાવિક રીતે પાંચેક કલાક આ પ્રક્રિયામાં લાગતા હોય છે. જેમાં આજે સાંજે કોરોના પોઝિટિવ જાહેર થયા હોય એવા કેસોની માહિતી તૈયાર કરી બીજા દિવસે સવાર સુધીમાં કન્ટેન્ટમેન્ટ ઝોન માટે મામલતદાર કચેરીમાં મોકલી દેવાય છે.જોકે, આ પહેલાં શહેરમાં વોર્ડ ઇન્સપેક્ટર કે કોર્પોરેટર તરફથી વિસ્તારમાં કોરોના પોઝિટિવ ધ્યાનમાં આવતાં જ પાલિકાની ટીમ મોકલી સેનેટાઈઝેશન કરાવાય છે. પાલિકાના સૂત્રોનું કહેવું છે કે, કેસની સત્વરે જાણ થાય તે માટે યોગ્ય કરવા મામલતદાર કચેરીનું ધ્યાન દોર્યુ છે.

બુધવાર સુધી માત્ર 10 સ્થળનાં જાહેરનામાં મળ્યાં
નગરપાલિકાના સુમાહિતગાર સૂત્રો મુજબ, ગત 29 ડિસેમ્બરથી 4 જાન્યુઆરી સુધીના એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટના કન્ટેન્ટમેન્ટ, ક્વોરન્ટાઇન અંગેના જાહેરનામા મળ્યા છે. જેમાં અક્ષરધામ ફ્લેટ, અભિનવ બંગ્લોઝ, બાલાજી સ્ટેટસ, શીતલ ટેનામેન્ટ, વિજયપાર્ક, વિનયનગર, અનમોલ વિલા-3, અક્ષરધામ ફ્લેટ, સ્વાગત બંગ્લોઝ અને રાધે એક્ઝોટિકા સોસાયટીના સૂચિત ઘર અને વસ્તી દર્શાવેલી છે.

ડૉ.સુહાગ શ્રીમાળીએ કહ્યું કે, કોરોના પોઝિટિવ કેસ પછી કેટલા ઘર, વસ્તીને કન્ટેન્ટમેન્ટમાં લેવા જરૂરી છે તે બધી પ્રક્રિયા કરવાની હોય એટલે સ્વાભાવિક રીતે પાંચેક કલાક આ પ્રક્રિયામાં લાગતા હોય છે. જેમાં આજે સાંજે કોરોના પોઝિટિવ જાહેર થયા હોય એવા કેસોની માહિતી તૈયાર કરી બીજ

અન્ય સમાચારો પણ છે...