તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉદ્ધઘાટન:ઉત્તર ગુજરાતમાં ડ્રેનેજની સફાઈ માટે મહેસાણા પાલિકાને પહેલું રોબોટિક મશીન મળ્યું

મહેસાણા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા પાલિકા ને પહેલું રોબોટિક મશીન મળ્યું - Divya Bhaskar
મહેસાણા પાલિકા ને પહેલું રોબોટિક મશીન મળ્યું
  • નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ કરશે ઉદ્ધઘાટન
  • 42.50 લાખની કિંમતનું મશીન નાયબ મુખ્યમંત્રીના પ્રયાસથી મહેસાણાને મળ્યું
  • મશીનમાં 30 ફૂટ ઊંડે સુધી અને 2 ટનની તકાત સાથે 5 કલાક સુધી કાર્ય કરવાની ક્ષમતા

મહેસાણા શહેરમાં ઉભરાતી ગટરોની સમસ્યા નિવારવા માટે પાલિકાને સરકાર દ્વારા મશીન હોલ ક્લિનિક રોબોટ આપવામાં આવ્યું છે. માણસોને ગટરમાં ઉતર્યા સિવાય સુરક્ષિત રીતે ગટરની સાફ-સફાઈ કરવા માટે ઉત્તર ગુજરાતમાં 42.50 લાખના ખર્ચે પહેલું સોલાર અને બેટરીથી સંચાલિત રોબોટ મશીન મહેસાણાને મળ્યું છે.

રવિવારે નાયબ મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણઆ મશીનમાં 30 ફૂટ ઊંડે સુધી અને 2 ટનની તકાત સાથે 5 કલાક સુધી કાર્ય કરવાની ક્ષમતા રહેલી છે. જેમાં 20 કિલોના બકેટ દ્વારા એર પ્રેશરથી ગટર સાફ કરી કચરો ઉઠવવાનું કાર્ય થઈ શકે છે. મહેસાણાને મળેલા આ રોબોટ મશીનનું આવતી કાલે રવિવારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે.

ઉંડી ગટરોની સાફ કરવાની સમસ્યાનું નિરાકરણ આવશેઉંડી ગટરોમાં માણસોને ઉતારવા નહિં ના સુપ્રીમ કોર્ટના ફેસલાને લઈને કંપનીએ આ મશીન બનાવ્યું છે. આ મશીન રોબેટિક મશીન છે, જે અગાઉ ગાંધીનગરમાં આપેલું છે. ત્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના પ્રયત્નથી ઉત્તર ગુજરાતમાં પ્રથમ મહેસાણા નગરપાલિકાને આ મશીન ભેટ આપવામાં આવેલું છે. મહેસાણા નગરપાલિકામાં ગટરની જે સમસ્યાઓ છે ખાસ કરીને ઉંડી ગટરોને સાફ કરવાની જે સમસ્યા છે તેનું નિરાકરણ આવશે. ઉંડી ગટરો સાફ કરવા માટે આ મશીન કામ કરશે. જેનું આવતી કાલે રવિવારે લોકાર્પણ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...