મહેસાણા જિલ્લા પંચાયતમાં ભાજપની જીત થઈ છે. વડાપ્રધાનના માદરે વતન વડનગર તાલુકા પંચાયતની મોલીપુર સીટ પર AAPની એન્ટ્રી થઈ છે. આપના નજરભાઈ ગુડાળ 300 મતે વિજયી થયા છે. મહેસાણાના બહુચરાજીના ધારાસભ્ય ભરતજી ઠાકોરના મત વિસ્તારમાં ગાબડું પડ્યું છે. બહુચરાજી અને જોટાના તાલુકા પંચાયતમાં ભગવો લહેરાયો છે. ભરતજીના વતન વિરસોડા-રામપુરામાં પણ ભાજપ જીત્યું છે. બહુચરાજી અને જોટાના જિલ્લા પંચાયતની બેઠક પણ ભાજપે છીનવી છે.
મહેસાણા જિલ્લા પંચાયતની કુલ 42 બેઠકમાંથી ભાજપને ફાળે 38 તો કોંગ્રેસ માત્ર 4 બેઠકમાં જ સમેટાઈ ગઈ છે. તો મહેસાણાની કુલ 4 નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે. અને તમામ બેઠક પર ભાજપના ઉમેદવારની જીત થઈ છે. જ્યારે તાલુક પંચાયતની 10 બેઠક પર કોંગ્રેસના સૂપડાં સાફ કરતા તમામ બેઠક ભાજપે કબજે કરી છે. જ્યારે કોંગ્રેસને અહીં ઘણી જ ઓછી સીટ મળી છે.
મહેસાણા નગરપાલિકામાં 53.93 ટકા મતદાન
તાલુકા પંચાયતની ચૂંટણીમાં જોટાણામાં 69.57 ટકા, કડીમાં 69.44 ટકા, ખેરાલુમાં 67.36 ટકા, બહુચરાજીમાં 65.55 ટકા, મહેસાણામાં 61.7 ટકા, ઊંઝામાં 60.52 ટકા, વડનગરમાં 62.27 ટકા, સતલાસણામાં 70.14 ટકા, વિજાપુરમાં 66.54 ટકા અને વિસનગરમાં 65.71 ટકા મતદાન થયું છે. જ્યારે નગરપાલિકાઓની ચૂંટણીમાં ઊંઝામાં 77.88 ટકા, વિસનગરમાં 61.86 ટકા, કડીમાં 49.27 ટકા, મહેસાણામાં 53.93 ટકા મતદાન નોંધાયું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.