બાકી વેરાની વસૂલાત:મહેસાણા પાલિકાએ પાંચ મહિનામાં પોણા પાંચ કરોડ રૂપિયાના વેરાની વસૂલાત કરી

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રથમ તબક્કામાં 20 હજાર મિલકતધારકોને બિલો મોકલાયા

મહેસાણા નગરપાલિકા દ્વારા ચાલુ નાણાકીય વર્ષથી મિલકત વેરાની વસૂલાત શરૂ કરવામાં આવી છે. પાંચ માસ દરમિયાન પાલિકાએ ₹4.76 કરોડની વસૂલાત કરી છે .પ્રથમ તબક્કામાં વોર્ડ નંબર 9, 10, 11 અને 12 ના ₹20,000 મિલકત ધારકોને વેરાના બીલ મોકલવામાં આવ્યા છે

બિલની તારીખથી 30 દિવસ સુધીમાં ચૂકવણું કરે તો 10% રિબેટની યોજના હોવાથી મિલકત ધારકો રિબેટનો લાભ લેતા હોય છે. જેથી મિલ્કત ધારકો સમયસર વેરો ભરતા હોય છે . જ્યારે બિલની તારીખથી 60 દિવસ સુધી ભરપાઈ ન કરે તો રિબેટનો લાભ મળતો નથી. મૂળ બિલની રકમ ભરવાની થાય છે .જ્યારે બિલની તારીખથી 90 દિવસ સુધી બિલ ભરપાઈ કરે તો પાલિકા દ્વારા મિલકત ધારક પાસેથી 18% પેનલ્ટી વસૂલ કરવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે, મહેસાણા નગરપાલિકામાં ચાલુ વર્ષનું રૂપિયા 20 કરોડનું તેમજ પાછલા વર્ષનું રૂપિયા 21 કરોડનું મળીને કુલ રૂપિયા 41 કરોડનું મિલકત ધારકો પાસેથી મિલકત વેરા નું માંગણું બાકી રહે છે.

અન્ય સમાચારો પણ છે...