ઝુંબેશ:મહેસાણા પાલિકાએ 2 માસ બાદ 20 ગાયો અને 5 આખલા પકડી ડબે પૂર્યા

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બિલાડીબાગ પાસે એક્ટિવાચાલકને અડફેટે લીધા બાદ ઊંઘ ઉડી
  • પકડેલાં​​​​​​​ ઢોર ઇડર પાંજરાપોળમાં મોકલી અપાશે : ચીફ ઓફિસર

મહેસાણા શહેરમાં છેલ્લા બે મહિનાથી રખડતાં ઢોર પકડવાની કામગીરી સાવ બંધ રહેતાં જાહેર રસ્તાઓ ઉપર ફરી ગાયો, આખલાની રંજાડ વધી રહી છે. ત્યારે હાલ પૂરતી ઇડર પાંજરાપોળ સંસ્થાએ ગાયો અનુદાનથી સ્વીકારવા સંમતી દર્શાવતાં મંગળવારે રાત્રે નગરપાલિકાની ટીમે રખડતાં પકડવા ઝુંબેશ હાથ ધરી હતી. જેમાં બિલાડી બાગ, માનવ આશ્રમ, જનતાનગર અને ઋતુરાજ વિસ્તારમાંથી 20 ગાયો અને 5 આખલા પકડી ડબ્બે પૂરવામાં આવ્યા હતા.

નગરપાલિકાની સેનેટરી શાખાની ટીમ અને એજન્સીના માણસો દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં રખડતાં ઢોર પકડવાની કામગીરી કરાઇ હતી. જેમાં ચાર જગ્યાએથી 25 ઢોર પકડ્યાહતા. ચીફ ઓફિસર અલ્પેશ પટેલે કહ્યું કે, હાલ કામચલાઉ રાહે ઇડર પાંજરાપોળે મહેસાણા શહેરથી પકડેલી ગાયો સ્વીકારવાની સંમતી દર્શાવી હોઇ પકડાયેલા પશુ ઇડર પાંજરાપોળ મોકલી અપાશે. પાલિકા ઢોરદીઠ રૂ.1500 અનુદાન પાંજરાપોળને આપશે.

અન્ય સમાચારો પણ છે...