આત્મહત્યા:મહેસાણા માલગોડાઉનના વેપારીનો આસજોલ કેનાલમાં પડી આપઘાત

મહેસાણા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • "ઉઘરાણી કરવા જાઉં છું' તેમ કહી સોમવારે ઘરેથી નીકળ્યા હતા
  • કેનાલ પરથી​​​​​​​ બાઈક, મોબાઈલ અને પાકિટ સાથે ચિઠ્ઠી મળી આવી

મહેસાણા માલ ગોડાઉનના બેસનના વેપારીએ આસજોલ પાસે નર્મદા કેનાલમાં પડી આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી છે. કેનાલ પરથી બાઈક, મોબાઈલ, પાકીટ સાથે ચિઠ્ઠી પણ મળી આવી છે. લોકડાઉન દરમિયાન ધંધામાં મંદી આવતાં વેપારીએ આ પગલું ભર્યાનું ચર્ચાય છે. બીજી તરફ, ચિઠ્ઠીમાં લખાણના આધારે બહુચરાજી પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આપઘાતના કારણોની તપાસ હાથ ધરી છે.

આસજોલ પાસે કેનાલમાંથી મંગળવારે 52 વર્ષિય પુરૂષનો મૃતદેહ મળી આવ્યો હતો. જે મહેસાણાની દૂધસાગર ડેરી પાછળ આવેલા તિરૂપતિ બંગલોઝના બી-91 નંબરમાં રહેતા સુરેશભાઈ કેશવલાલ પટેલનો હોવાની ઓળખ થઈ હતી. બહુચરાજી પોલીસની પ્રાથમિક તપાસમાં સુરેશ પટેલ માલ ગોડાઉનમાં શ્રીરામ ટ્રેડર્સ નામની દુકાન ધરાવતા હોવાનું જાણવા મળ્યું હતું. સોમવારે પૈસાની ઉઘરાણી માટે જાઉં છું તેમ પરિવારને કહીને નીકળ્યા હતા. સાંજે પરત નહીં આવતાં પરિવારજનોએ મહેસાણા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ નોંધાવી હતી.

કેનાલે પડેલો મોબાઈલ રાહદારીએ રિસીવ કરતાં જાણ થઇ
મંગળવારે સવારે 10-30 વાગે સુરેશ પટેલનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતક મોબાઈલ ફોન ચાલુ રાખી કેનાલમાં કૂદ્યા હોવાથી પરિવારજનો મોબાઈલ ઉપર સતત કોલ કરતા રહ્યા હતા. જેના કારણે એક વ્યક્તિએ ફોન રિસીવ કરતાં તેમણે કેનાલમાં પડી આત્મહત્યા કર્યાની જાણ થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...