કાર્યવાહી:મહેસાણાં લોકલ ક્રાઇમ બ્રાન્ચે શહેરના અરિહંત ફ્લેટપાસેથી દારૂ ભરેલી કાર સાથે એક શખ્સને ઝડપી લીધો

મહેસાણાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
દારૂ ભરેલી ઝડપાયેલ ગાડી - Divya Bhaskar
દારૂ ભરેલી ઝડપાયેલ ગાડી
  • પોલીસે કુલ રૂ 4,16,560 મુદ્દામાલ કબ્જે કર્યો

મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે આજે મહેસાણા શહેરમાંથી રોડ પર પાર્ક કરેલી વિદેશી દારૂ ભરેલી ગાડી ઝડપી પાડી છે. દારૂ ભરેલી ગાડીની દેખરેખ માટે એક ઈસમ ઉભો હતો તેણે પણ પોલીસે દબોચી લીધો હતો. પોલીસે બાતમી આધારે 444 નંગ દારૂની બોટલો ઝડપી લીધી હતી.

મહેસાણા શહેરમાં બુટલેગરો બેફામ બન્યા છે, બુટલેગરો દારૂની હેરાફેરી કરવામાં અવનવા નુસખા અપનાવતા હોય છે. જોકે, આવી ગુનાહિત પ્રવૃતીઓ કરતાં શખ્સોને ઝડપવા મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે લાલ આંખ કરી છે. જેમાં આજે પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે, કનુજી વિહજી ઠાકોર તેમજ રવિંદજી ઉર્ફે લાલો ગોવાજી ઠાકોર બંને મહેસાણામાં આવેલા ટીબી રોડના રહેવાસી છે. આ ઈસમો ભેગા થઈને એક ગાડીમાં દારૂ ભરીને લાવ્યા છે.

પોલીસે બાતમીના આધારે શહેરમાં આવેલા અરિહંત ફ્લેટ પાસેથી દારૂ ભરેલી એસેન્ટ ગાડી અને રોહિત ઉર્ફે લવ નામના ઈસમને ગાડી ઝડપી લાધા હતા. ગાડીમાં તપાસ કરતા દારૂની નાની મોટી કુલ 444 નંગ બોટલો જેની કિંમત 1 લાખ 48 હજાર 560નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. પોલીસે ગાડી સહિત કુલ 4 લાખ 16 હજાર 560નો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...