તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:મહેસાણામાં ગવારની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ, 30 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપાયો

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે અલગ અલગ બ્રાન્ડ ની કુલ 1674 નંગ બોટલ ઝડપી

મહેસાણા શહેરમાં બુટલેગરોને જાણે પોલીસ નો કોઈ પ્રકારનો ડર ના રહ્યો હોય એવી રીતે વિદેશી દારૂ ની હેરાફેરી કરી રહ્યા છે. જેમાં આજે મહેસાણા શહેરના એક વિસ્તારમાંથી પોલીસે રેડ મારી ટ્રક માંથી વિદેશી દારૂ સહિત 30 લાખ થી વધુ નો મુદ્દામાલ ઝડપી લીધો હતો.

મહેસાણા શહેરમાં વાઇડ એન્ગલ પાછળ આવેલ રાધેકુંજ સોસાયટીમાં રહેતો ગિરીશ ઉર્ફે મામૂ,જેણાજી ડાભી નામના બુટલેગરે રાજસ્થાન થી વિદેશી દારૂ વ્યવસ્થા અર્થે મંગાવ્યો હોવાની માહિતી મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચ ને મળી હતી. જેમાં રાજસ્થાનથી દારૂ ભરીને આવનારી RJ 27 GB 7002 નમ્બર ની ટ્રક નો ચાલક અને અને સથી ઇસમે પોતાની ટ્રક માં પશુઆહાર માં વપરાતા ગવાર કોરમાં કોથળાઓ ની આડશમા આ દારૂ લાવામાં આવી રહ્યો હતો. જે દારૂ રાજસ્થાન થી લાવવામાં આવ્યો હતો.

દારૂ ભરેલી ટ્રક રામોસણા ગામ થી પલોદર જઇ રહી હતી ત્યાં રોડ પર આવેલ રાધે ઇન્ડસ્ટ્રીઝ ની સામે ઉભી હતી ત્યારે બુટલેગર ગીરીશ ડાભી પોતાની સ્વીફ્ટ ગાડી લઈને ત્યાં હાજર હતો ત્યારે તે આ દારૂ ને સગેવગે કરવાની તૈયારી માં હતો એ દરમિયાન મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચ ની ટીમે કોર્ડન કરીને ઝડપી લીધા હતા.

ઝડપાયેલા ઈસમો ની પુછ પરછ કરતા આ દારૂ ની ટ્રક માં ઝડપાયેલા ઈસમોએ બાડમેર જિલ્લા ના દેરાસર ગામ નજીક થી દારૂ ભર્યો હોવાની અને દારૂ મહેસાણા ખાતે લેવાની કબૂલાત કરી હતી જેથી પોલીસે વધુ તપાસ કરતા ટ્રક માંથી વિદેશી દારૂ ની નાનીમોટી 1694 નંગ બોટલો જેની કિંમત 2 લાખ 46 હજાર સહિત કુલ 30 લાખ 72 હજાર 790 નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો.

આ સાથે સ્થળ પરથી ગીરીશજી ઉર્ફે મામુ જેણાજી ડાભી, રહીમખાન મંગલીયા અને ફતેખાન ખાલતને ઝડપી લેવાયા છે. આ તરફ શકરૂખાન અને શંભુસિંહ સહિત કુલ પાંચ ઇસમો વિરૂધ્ધ મહેસાણા તાલુકા પોલીસ મથકે પ્રોહી એક્ટની કલમ 65(A)(E), 81, 83, 98(2) મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવતાં વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...