લાખોનો દારૂ:મહેસાણા LCB ટીમે લીંચ ગામ નજીકથી 8 લાખથી વધુનો વિદેશી દારૂ ઝડપ્યો

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઘાસના આડમાં થતી વિદેશી દારૂની હેરાફેરી ઝડપાઇ

મહેસાણા જિલ્લામાં અવારનવાર વિદેશી દારૂ ઝડપતો હોય છે. ત્યારે મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમી આધારે લીંચ ગામ નજીકથી વિદેશી દારૂ ભરેલ આઇસર ગાડી ઝડપી પડતા ચકચાર મચી જવા પામી છે. મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ફૂલ 8 લાખ 93 હજારથી વધુનો વિદેશી દારૂ સહિત એકને ઝડપી લીધો હતો.

પીએસઆઇ એસબી ઝાલા અને તેઓની ટીમને બાતમી મળી હતી કે, એક મીની આઇસર ટ્રક મહેસાણાથી નંદાસણ બાજુ વિદેશી દારૂ ભરીને પસાર થનાર છે બાતમી મળતાની સાથેજ એલસીબી ટીમે જગુદણ ચોકડી પાસે વોચ ગોઠવી હતી. જ્યાં પોલીસને જોઈને ટ્રક ચાલક પોતાની ગાડી લીંચ ગામ બાજુ પોતાની આઇસર ભગાડી હતી. જ્યાં એલસીબી ટીમે પોતાની ગાડીઓ આઇસર બાજુ ઓવરટેક કરીને ટ્રક ડ્રાઇવરને ઝડપી લીધો હતો.

તપાસ દરમિયાન આઇસર ગાડીમાંથી જાણવા મળ્યું કે. આઇસર ગાડીમાં ડિસપોઝલ ડિસના જથ્થા અને ઘાસના આડમાં વિદેશી દારૂની હેરાફેરી કરતો હતો બાદમાં ગાડીમાં તપાસ કરતા ઘાસ નીચેથી વિદેશી દારૂ મળી આવ્યો હતો.

મહેસાણા એલસીબી ટીમે ટ્રક ડ્રાઈવર પ્રકાશ સિંહ જાટ ને ઝડપયો હતો તેમજ 8 લાખ 93 હજાર 500નો વિદેશી દારૂ સહિત કુલ 14 લાખ 5 હજારનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ આદરી છે.

અન્ય સમાચારો પણ છે...