વિદેશી દારૂની હેરાફેરી:વડનગરના વલાસણા ગામની સીમમાંથી મહેસાણા LCBએ વિદેશી દારૂ ઝડપ્યો

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે 83 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી આગળની તાપસ હાથ ધરી

મહેસાણા જિલ્લામાં લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા હાલમાં અનેક સ્થળે ચાલી રહેલા વિદેશી દારૂના વેપલાપર કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે વડનગર પાસે આવેલા વલાસણા ગામની સીમમાંથી બાતમી આધારે ટીમે વિદેશી દારૂની 791 બોટલો ઝડપી પાડી હતી.

મહેસાણા એલસીબી ટીમ વડનગર વિસ્તારમાં પેટ્રોલિંગ પર હતી એ દરમિયાન બાતમી મળી હતી કે, વલાસણા ગામની સીમમાં સુલતાનપુર ગામનો ઠાકોર મંગાજી કેનાલની બાજુમાં પ્રદીપ સિંહ નામના વ્યક્તિની જગ્યા પર ખેતરમાં ઓરડીની અંદર તેના સાગરીતોએ દારૂ ઉતાર્યો હતો અને આ વિદેશી દારૂ ઝાયલો ગાડીમાં દારૂ ભરી સગેવગે કરવાની ફિરાકમાં હતો.

આ દરમિયાન એલસીબી ટીમે દરડો પાડી ઓરડીમાંથી વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. તપાસ દરમિયાન અલગ અલગ બ્રાન્ડની કુલ 791 બોટલો જેની કિંમત 83 હજાર 540ની કિંમતનો દારૂ ઝડપી દારૂ વેચનાર ઠાકોર મંગાજી અને તેના મળતીયા વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...