તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઠગ ઝડપાયો:સુરતમાં બેંકની વિવિધ શાખાઓ સાથે અઢી કરોડની છેતરપિંડી કરનારા ઠગને મહેસાણા LCBએ ઝડપી પાડ્યો

મહેસાણા9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • વિજારપુરનું કુકરવાડા ગામેથી ઝડપાયો આરોપી

સુરતના બજારમાં રહીને આર્થિક ધિરાણ લેવા માટે નકલી સોનુ પધરાવીને ICICI બેંકની વિવિધ શાખાઓ સાથે અઢી કરોડથી પણ વધારે રકમની ગોલ્ડ લોન લઈ છેતરપિંડી આચરનારા જય સોનીને મહેસાણા LCBએ ઝડપી પાડ્યો હતો.

વિજારપુરનું કુકરવાડા ગામ સોના-ચાંદીનું બજાર પ્રખ્યાત છે. ત્યાં આરોપી જય સોની આવ્યો હોવાની માહિતી મળતાં મહેસાણા LCBએ જય સોનીને કુકરવાડાથી ઝડપીને પ્રાથમિક પૂછપરછ કરી હતી. આરોપી પોતે દિલ્લીથી બનાવટી સોનુ લાવીને જુદા-જુદા ગ્રાહકોને સાથે રાખીને નકલી સોના પર ગોલ્ડ લોન લેતો હતો. આ પ્રકારે ઠગબાજી અચરતો હોવાની માહિતી સામે આવી હતી. પોલીસે આરોપીને નજીકના વસઈ પોલીસને સોંપીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો