કાર્યવાહી:વિજાપુરના પિલવાઈ ગામેથી મહેસાણા LCBએ વિદેશી દારૂ જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો

મહેસાણા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અપ્તાહ અગાઉ પણ વિજાપુરમાંથી ગાંધીનગર સ્ટેસ્ટ મોનીટરીંગ સેલની ટીમે જુગારધામ ઝડપ્યું હતું

વિજાપુરના પિલવાઈ ગામની સીમમાંથી ખેતરમાં સંતાડેલો વિદેશી દારૂના 38 હજારના જથ્થા સાથે એક શખ્સને મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધો થે. સ્થાનિક પોલીસ ઉંઘતી રહી અને મહેસાણા એલસીબીએ કાર્યવાહી કરતાં સ્થાનિક પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉભા થયા છે.

વિજાપુર તાલુકામાં અપ્તાહ અગાઉ ગાંધીનગર સ્ટેસ્ટ મોનીટરીંગ સેલની ટીમે અને જિલ્લા એલસીબી પોલીએ વરલી મટકાના જુગાર રમતા જુગારીને ઝડપી લીધા હતા. જ્યારે ફરી એકવાર વિજાપુર પોલીસની નાક નીચેથી મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચે બાતમી આધારે પિલવાઈમાં રેડ મારી વિહોલ સિદ્ધરાજ સિંહ ઉર્ફ રવિ સુરેશજીના ખેતરમાં સંતાડેલો બિયરનો જથ્થો ઝડપી પાડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...