12 વર્ષે આરોપી ઝડપાયો:છેતરપિંડીના ગુનામાં 12 વર્ષથી ફરાર આરોપીને મહેસાણા LCBએ ગોકળગઢથી ઝડપી પાડ્યો

મહેસાણા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 12 વર્ષ પહેલા સાંથલ પોલીસ મથકમાં વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાઈ હતી

મહેસાણા જિલ્લામાં 12 વર્ષ પહેલા વિશ્વાસઘાત અને ઠગાઈની ફરિયાદ સાંથલ પોલીસ મથકમાં નોંધાઈ હતી. જે આરોપી છેલ્લા 12 વર્ષથી પોલીસ પકડથી દૂર હતો. આરોપી પોતાના ઘરે આવ્યો હોવાની જાણ થતાં મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઠગને દબોચી લીધો હતો.

મહેસાણાના સાંથલ પોલીસ મથકમાં 12 વર્ષ અગાઉ વિશ્વાસઘાત અને ઠગાઈની ફરિયાદ પોલીસ મથકમાં નોંધાઈ હતી. જે કેસનો આરોપી છેલ્લા 12 વર્ષથી પોલીસ પકડથી દૂર હતો. મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઇ એસડી રાતડા અને તેમનો સ્ટાફ મહેસાણા તાલુકા પોલીસ મથકની હદમાં પેટ્રોલીંગ પર હતા એ દરમિયાન ટેક્નિકલ સર્વેલન્સની મદદથી અને ખાનગી બાતમી મળી હતી.

આરોપી ભરત ચૌધરી પોતાના ગામ ગોકળગઢ પોતાના ઘરે હોવાની વિગતો મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચને મળી હતી. જ્યાં એલસીબી ટીમે આરોપીના ઘરે છાપો મારીને તેણે ઝડપી પાડ્યો હતો. સમગ્ર મામલે હાલમાં આરોપીને આગળની કાર્યવાહી માટે સાંથલ પોલીસ મથકમાં સોંપવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...