તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરી દબોચી લીધો:ટ્રેકટર લઈને ખેતરમાં ખેડ કરવા આવેલા પ્રોહીબીશનના ગુનામાં ફરાર આરોપીને મહેસાણા LCBએ ઝડપી પાડ્યો

મહેસાણા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સાંથલ અને નંદાસણ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનનો વોન્ટેડ આરોપી ત્રણ વર્ષથી ફરાર હતો

મહેસાણાના સાથલ પોલીસ સ્ટેશન અને નંદાસણ પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં ફરાર આરોપીને LCB પોલીસે ખેતરમાં ટ્રેક્ટર ચલાવતાં ઝડપી પાડ્યો છે. આરોપી છેલ્લા ત્રણ વર્ષથી ફરાર હોવાની માહિતી LCB પોલીસને મળતાં બાતમીના આધારે આરોપીને ઝડપી લીધો હતો.

મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ બલોલ ગામમાં આમ આદમી પાર્ટીની જાહેર સભાના બંદોબસ્તમાં હતી. ત્યારે બાતમી મળી હતી કે, 2019માં સાંથલ પોલીસ સ્ટેશનમાં અને નંદાસણ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન ગુનામાં ફરાર ઝાલા અર્જુન સિંહ જલુભા નામનો આરોપી કટોસણ-તેજપુર જવાના માર્ગે પોતાનું ટ્રેક્ટર લઈને ખેતરમાં ખેડ કરવા આવ્યો છે.

આરોપીની માહિતી મળતા LCB પોલીસે ત્યાં જઈને આરોપીને પકડી પડ્યો હતો. આ આરોપી સાંથલ પોલીસ સ્ટેશનમાં પણ પ્રોહીબીસન ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી ફરાર હોવાની જાણ થઈ હતી. પોલીસે આરોપીને દબોચીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...