બાઇક ચોર ઝબ્બે:ચોરીના બાઇકને રિક્ષામાં નાખી રીપેર કરવા જતા શખ્સને મહેસાણા LCBએ દબોચી લીધો

મહેસાણા23 દિવસ પહેલા
  • કૉપી લિંક

મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટિમ બેચરાજી વિસ્તારમાં પેટ્રોલીગ પર હતા એ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે લોડીગ રિક્ષામાં શંકાસ્પદ ઈસમ નંબર પ્લેટ વગરનું બાઈક લઇ આવી રહ્યો છે.બાતમી આધારે પોલીસે રીક્ષા ચાલકને બાઈક અંગે પૂછતા તેણે બાઇક ગેરેજમાં રીપેર કરવા લઈ જતા હોવાનું જણાવ્યું તેમજ રિક્ષામાં બેસેલા સિપાઈ શાહરૂખ નું હોવાનું જાણતા પોલીસે આરોપીને બાઈક અંગે પૂછતા તેણે આ બાઈક થરા ના રાજાસીંગ નારસિગ બાધા પાસેથી વેચાતું લીધું હોવાનું જણાવ્યું હતું.

પોલીસ તપાસ દરમિયાન બાઈક નો ઓરીજીનલ નંબર GJ14AQ3277 તેમજ આ બાઈક રાજકોટ રૂલર ના જેતલસર રેલવે પોલીસ સ્ટેશનમાં થી ચોરી થયું હોવાનું જાણવા મળતા પોલીસે બાઈક કબ્જે કરી સિપાઈ શાહરૂખ બીસુભાઈ, રાજાસીંગ બધા વિરુદ્ધ ગુનો નોંધી આ કેસમાં બાઇજ કબ્જે કરી વધુ તપાસ આદરી છે.

અન્ય સમાચારો પણ છે...