બાઈક ચોરી:કડીના કુંડાળ પાટિયા પાસેથી મહેસાણા LCBએ ચોરીના બાઈક સાથે એક શખ્સને ઝડપી પાડ્યો

મહેસાણા20 દિવસ પહેલા
  • કૉપી લિંક

મહેસાણા જિલ્લામાં છેલ્લા ચારે'ક દિવસથી બાઈક ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે મહેસાણા એલસીબી ટીમે આજે ચોરીના બાઈક સાથે નંદાસણ નજીકથી એક ચોરને બાઈક સાથે દબોચી લીધો હતો.મહેસાણા એલસીબી ટીમ કડી તાલુકામાં પેટ્રોલીગ પર હતી ત્યારે સ્ટાફને બાતમી મળી હતીકે નંદાસણ રોડ પર આવેલા કુંડળ પાટિયા પાસે કડીથી નંદાસણ જવાનો છે.

બાતમી મળતા એલસીબી ટીમેં કુંડળ પાટિયા પાસે વોચ ગોઠવી હતી
કૂંડાળ પાસે એક ઈસમ બાઇક લઈને નીકળતા મહેસાણા એલસીબી ટીમેં તેણે રોકી તપાસ કરી હતી જેમાં બાઇક ચોરીનું હોવાનું સામે આવ્યું હતું.અને બાઈક ચોરી કરી યુવક ઝડપાયો હતો.સમગ્ર મામલે મહેસાણા એલસીબી ટીમેં આરોપી નાગજી કાંતિજી ઠાકોર ને ઝડપી વધુ તપાસ માટે કડી પોલીસને સોંપવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...