આગાહી:ઉત્તર ગુજરાત સહિત મહેસાણામાં 12-13 જૂને અડધા ઇંચ સુધી વરસાદની શક્યતા

મહેસાણા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભારે પવન અને ગાજવીજ સાથે બપોર બાદ વરસાદ થઇ શકે છે
  • પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં વરસાદની શક્યતા ઓછી રહેશે

ઉત્તર ગુજરાતમાં ગુરૂવારનો સામાન્ય ગરમી અને અસહ્ય ઉકળાટના કહેર વચ્ચે પસાર થયો હતો. વાતાવરણની આ સ્થિતિ આગામી 48 કલાક સુધી યથાવત રહેશે. ત્યાર બાદ વાતાવરણ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાતાં વરસાદની શરૂઆત થશે અને ગરમી 2થી 3 ડિગ્રી ઘટશે. તેવું હવામાન વિભાગએ આગાહી કરી છે.

આગામી 15 જૂન સુધી ઉત્તર ગુજરાતના વાતાવરણની સ્થિતિ જોઇએ તો, મહેસાણા જિલ્લામાં 13મીએ અડધા ઇંચ સુધીનો વરસાદ જોવા મળી શકે છે. તારીખ 11-12 અને 14-15 જૂનના રોજ છુટાછવાયા વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડી શકે છે. પાટણ જિલ્લામાં વરસાદની કોઇ ખાસ શક્યતા નથી. બનાસકાંઠા જિલ્લામાં 14 અને 15 જૂને છુટાછવાયા વિસ્તારોમાં હળવા ઝાપટાંની શક્યતા છે.

સાબરકાંઠા જિલ્લામાં 12 અને 13 જૂનએ 1 મીમી જેટલો વરસાદ તેમજ 14 અને 15 મીએ હળવા ઝાપટાંની શક્યતા છે. જ્યારે અરવલ્લી જિલ્લામાં 12 મીએ 1થી 10 મીમી સુધીનો વરસાદ અને 15 મીએ છુટાછવાયા વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા છે. ઉલ્લેખનિય છે કે, ઉત્તર ગુજરાતમાં આગામી 15 જૂન સુધી મોટા ભાગે બપોર પછી ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ થશે છે.

અન્ય સમાચારો પણ છે...