ધોધમાર વરસાદ:મહેસાણામાં ભર બપોરે અંધારા પાટ છવાયો, ભારે પવન સાથે ધોધમાર વરસાદ

મહેસાણા19 દિવસ પહેલા
  • કૉપી લિંક

મહેસાણા જિલ્લામાં બે દિવસથી ભારે ઉકળાટને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા હતા. જોકે ગઈકાલે સાંજે વીજળીના કડાક અને ભડાકા સાથે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ત્યારે આજે સવારે પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે એકાએક વાતાવરણમાં પલટો આવવાથી જાણે મહેસાણામાં અંધારા પટ છવાયો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.

વરસાદી માહોલ જામ્યો
મહેસાણા શહેરમાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. ત્યારે બપોર સુધીમાં ભારે ઉકળાટ બાદ મહેસાણા સહિત સમગ્ર જિલ્લામાં એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો. જેને લઈને મહેસાણા શહેર જિલ્લા ભરમાં અંધારા ભટ્ટ છવાઈ હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. બપોરે બે કલાકે એકાએક ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ત્યારે કેટલાક વાહનોને હેડલાઈટ ચાલુ કરી રોડ ઉપર પસાર થતા નજરે પડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...