હવામાન:મહેસાણામાં ગત વર્ષ કરતાં 9 દિવસ વહેલી ઠંડી આવી

મહેસાણા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગત વર્ષે 22 ઓક્ટોબરે 22.8 ડિગ્રી સાથે ઠંડીની શરૂઆત થઇ હતી, આજે ઠંડીમાં સામાન્ય વધારો થશે : હવામાન વિભાગ

ઉત્તર ગુજરાતમાં છેલ્લા 8 દિવસથી સતત ફૂંકાઇ રહેલા ઉત્તર-પૂર્વિય દિશાના પવનના કારણે લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થઇ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં લઘુત્તમ તાપમાન 1.5 થી 4.4 ડિગ્રી સુધી ઘટ્યું છે. આ સાથે શનિવારે મુખ્ય 5 શહેરોમાં ઠંડીનો પારો 20 ડિગ્રીથી નીચે આવતાં મોડી સાંજથી બીજા દિવસની વહેલી સવાર સુધી વાતાવરણ ઠંડુ રહ્યું હતું. ઉત્તર ગુજરાતમાં ગત વર્ષે 22 ઓક્ટોબરે 22.8 ડિગ્રી સાથે ઠંડીની શરૂઆત થઇ હતી. ચાલુ સાલે 14 ઓક્ટોબરે 22.4 ડિગ્રી સાથે શરૂઆત થઇ છે. એટલે કે, ગત વર્ષ કરતાં 9 દિવસ વહેલી ઠંડીનું આગમન થયું છે.

બીજી બાજુ ઉત્તર ગુજરાતના મુખ્ય 5 શહેરોમાં દિવસનું તાપમાન હજુ પણ 36 થી 37 ડિગ્રીની વચ્ચે રહેતું હોઇ દિવસે ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ, રવિવારે પણ ઠંડીમાં સામાન્ય વધારો થવાની શક્યતા છે.

8 મહિના બાદ ઉ.ગુ.માં ઠંડીનો પારો 20 ડિગ્રી નીચે ગયો
ઉત્તર ગુજરાતમાં 8 મહિના બાદ શનિવારે ઠંડીનો પારો 20 ડિગ્રીથી નીચે આવ્યો હતો. ગત 25 માર્ચે લઘુત્તમ તાપમાન 20 ડિગ્રીથી નીચે રહ્યું હતું. ત્યાર બાદ ઉનાળા અને ચોમાસાની ઋતુમાં રાત્રીનું તાપમાન લગભગ 30 ડિગ્રી નજીક આવી ગયું હતું.

અન્ય સમાચારો પણ છે...