કાર્યવાહી:મહેસાણાની યુવતીને રૂ.5 લાખ દહેજ નહીં આપતાં કાઢી મૂકાઇ

મહેસાણા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પતિ, સાસુ, સસરા અને નણંદ સામે ફરિયાદ

મહેસાણાની યુવતી રૂ.5 લાખ દહેજ નહીં આપી શકતાં સાસરિયા દ્વારા શારીરિક તેમજ માનસિક ત્રાસ આપી કાઢી મૂકાઇ હતી. મહેસાણાના મોઢેરા રોડ પર ઉમિયાકૃપા સોસાયટીમાં રહેતી શ્રી ભટ્ટનાં વર્ષ 2019માં અમદાવાદના મહાદેવ હાઈટ્સમાં રહેતા હર્ષ ભટ્ટ સાથે લગ્ન થયા હતા. 6 મહિના સુધી સારૂ રાખ્યા બાદ સાસુ-સસરા અને નણંદની ચઢવણીથી હર્ષ ભટ્ટે શ્રીને શારીરિક તેમજ માનસિક ત્રાસ આપવાનું શરૂ કરતાં તે પિયર ચાલ્યા ગયા હતા. સમાજના માણસોની સમજાવટથી 8 મહિના બાદ સાસરીમાં તેણી ગયા હતા.

જોકે, એક માસ બાદ ફરીથી રૂ.યા 5 લાખ દહેજની માંગણી કરી ત્રાસ શરૂ થતાં તેઓ પિયર મહેસાણા ફરીથી આવી ગયા હતા. આ અંગે શ્રી ભટ્ટે પતિ હર્ષ ભટ્ટ, સસરા નરેન્દ્રભાઈ, સાસુ જ્યોતિબેન અને નણંદ બિનલબેન રાકેશકુમાર જોશી સામે બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.