ધરપકડ:વારાહીની ક્રુડ ઓઇલ ચોરીનો મહેસાણાનો ભાગેડુ આરોપી ઝબ્બે

મહેસાણા11 દિવસ પહેલા
  • કૉપી લિંક

વારાહીની ક્રુડ ઓઇલચોરીના ગુનામાં નાસતા ફરતા મહેસાણાના શખ્સને મહેસાણા પેરોલ સ્કવોડે કડી- છત્રાલ રોડ પરથી ઝડપી લઇ મહેસાણા એ ડિવિઝન પોલીસને સોંપ્યો હતો.

મુન્દ્રા-ભટીન્ડા હાઇપ્રેશર ક્રુડ ઓઇલની ચાલુ લાઇનમાં પંચર કરી ઓઇલ ચોરી મામલે ગત વર્ષે પાટણના વારાહી પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. આ ઓઇલ ચોરીમાં મહેસાણા શહેરના ઝાપલીવાસમાં રહેતા ઐસાનઅલી અનવરભાઇ સોલંકી સંડોવાયેલો હોઇ તેની સામે પણ ફરિયાદ નોંધાઇ હતી. જોકે, ફરિયાદ નોંધાયા બાદ ઐસાનઅલી પોલીસથી છુપાતો ફરતો હતો.

આ મામલે મહેસાણા પેરોલ સ્કવોડના મલયભાઇ અને જોરાજીને મળેલી બાતમીના આધારે ભાગેડુ આરોપીને શુક્રવારે બપોરે કડી-છત્રાલ રોડ પરના નાયરા પેટ્રોલપંપની બાજુમાં આવેલા મિરા ઓટો વર્કસ પરથી ઝડપી પાડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...