તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આત્મહત્યા:મહેસાણાના ઇજનેરનો અગમ્ય કારણે ગળે ટૂંપો ખાઇ આપઘાત, ધરમ સિનેમા રોડ પર સંસ્કાર એપાર્ટમેન્ટની ઘટના

મહેસાણા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
ભૌમિક અશ્વિનભાઇ કડિયા (27) - Divya Bhaskar
ભૌમિક અશ્વિનભાઇ કડિયા (27)
 • બેંગ્લુરુમાં નોકરી કરતો યુવક લોકડાઉનમાં ઘરે આવ્યો હતો, માતા-ભાઇ શાકભાજી લેવા ગયા ત્યારે ભરેલું પગલું

મહેસાણા શહેરમાં ધરમ સિનેમા રોડ પર સંસ્કાર એપાર્ટમેન્ટમાં રહેતા ઇજનેર યુવાને કોઇ અગમ્ય કારણોસર ઘરમાં ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. બી ડિવિજન પોલીસે અકસ્માત મોત અંગે નોંધ કરી આપઘાત પાછળનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે. શહેરના ધરમ સિનેમા રોડ પર આવેલા સંસ્કાર એપાર્ટમેન્ટમાં રહેતા ભૌમિક અશ્વિનભાઇ કડિયા (27) બેંગ્લુરુમાં ઇજનેર તરીકે નોકરી કરે છે અને તાજતેરમાં કોરોનાને પગલે લોકડાઉન આવતાં ઘરે પરત આવ્યા હતા.

સોમવારે સવારે તેમના માતા-ભાઇ શાકભાજી લેવા ગયા ત્યારે ઘરમાં એકલા પડેલા ભૌમિકભાઇએ કોઇ અગમ્ય કારણોસર ઘરમાં પંખાના કડા સાથે પ્લાસ્ટીકની દોરીથી ગળે ટૂંપો ખાઇ આપઘાત કર્યો હતો. ઘરે પરત ફરેલા યુવાને ભાઇને ગળે ટૂંપો ખાધેલી હાલત જોઇ તાત્કાલિક નીચે ઉતારી સિવિલમાં લઇ જવાયો હતો. જ્યાં હાજર તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. બી ડિવિજન પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો