ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધોરણ 10 એસ.એસ.સીનું માર્ચ-એપ્રિલ 2022માં લેવાયેલી ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ ઓનલાઇન જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં મહેસાણા જિલ્લાનું પરિણામ 61.74% આવ્યું છે. જો કે આ પરિણામ પાછલા ત્રણ વર્ષ કરતાં ઓછું જોવા મળી રહ્યું છે.
મહેસાણા જિલ્લામાં ધોરણ 10ની પરીક્ષા માટે 27 હજાર 731 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જેમાંથી 27 હજાર 374 વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા. જેમાં 398 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો હતો, જ્યારે 1744 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો હતો. 2926 વિદ્યાર્થીઓએ B-1, 4170 વિદ્યાર્થીઓએ B-2, 4844 વિદ્યાર્થીઓએ C-1 ગ્રેડ મેળવ્યો હતો. ઉપરાંત 2666 વિદ્યાર્થીઓએ c-2 અને 152 વિદ્યાર્થીઓએ D ગ્રેડ મેળવ્યો હતો.
મહેસાણા જિલ્લામાં 42 કેન્દ્ર પર ધોરણ 10ની પરીક્ષા યોજવામાં આવી હતી, જેમાં 27 હજાર 374 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાં મહેસાણા કેન્દ્રનું 74.40 ટકા, બેચરાજીનું 42,09 ટકા, જોટાણાનું 33.98, કડીનું 66.06, ખેરાલુનું 62.11, સતલાસણાનું 65.40, ઊંઝાનું 64.12, વડનગરનું 53.75, વિજાપુરનું 58.43, વિસનગરનું 64.68, ગોઝારીયાનું 55.51, કુકરવાડાનું 68.02, મહેસાણા સીટીનું 64.16, પિલવાઈનું 68.91, ખરોડનું 51.68, બલોલનું 67.68, મોઢેરાનું 42.06, વાલમનું 66.90, મહેસાણા રૂરલનું 61.32, ગોરીસનાનું 57.80, ગોઠવાનું 53.03, વડુંનું 57.26, કાંસાનું 90.57, ફલૂનું 78.49, માથાસુરનું 61.76, સરદારપુરાનું 78.57, ટીટોસનનું 63.28, ઉનદનું 61.15, સીપોરનું 69.15, થોળનું 41.68, ઉમતાનું 59.96, ઉનાવાનું 41.26, ડાંગરવાનું 56.35, કરણનગરનું 49.40, મહિયાલનું 68.39, નંદાસણનું 62.53, હિરવાણીનું 68.50, બાલુસણાનું 58.95, ડભોડાનું 63.31, કહોડાનું 73.68 અને રણેલાનું 66.11 ટકા પરિણામ નોંધાયું છે.
મહેસાણા જિલ્લામાં 2019માં 67.92% પરિણામ નોંધાયું હતું. જ્યારે 2020માં 64.68% , અને 2022માં 61.74% પરિણામ સામે આવ્યું હતું, જે પાછલા બે વર્ષ કરતા ઓછું સાબિત થયું હતું.
કોવિડમાં પિતા ગુમાવનાર તક્ષિલને 92.83 ટકા કહ્યું, ડોક્ટર બની પિતાનું સપનું સાકાર કરીશ.
મહેસાણાની જે.એમ. ચૌધરી સાર્વજનિક વિદ્યાલયમાં ભણતા અને રાધનપુર રોડ કર્મનિવાસ સોસાયટીમાં રહેતા તક્ષિલ મુકુંદ કુમાર પટેલને ધો.10માં 92.83 ટકા આવ્યા છે. મે,2021માં ધો.10માં પ્રવેશના સમયે કોવિડમાં પિતાની છત્રછાયા ગુમાવી હતી. પિતા ચાણસ્માની સ્કૂલમાં ગણિત શિક્ષક હતા. તક્ષિલે કહ્યું કે, મમ્મી અને નાનાએ હુંફ, હિંમત આપી અને શિક્ષકોના માર્ગદર્શનથી કરેલી તૈયારીનું આ પરિણામ છે. હવે બી ગ્રુપ સાથે આગળ અભ્યાસ કરી ડોક્ટર બની પિતાનું સપનું સાર્થક કરીશ. માતા ફાલ્ગુનીબેને કહ્યું કે, ગણિતનો પાયો તેના પિતાને મજબૂત કરેલો અને તક્ષિલે ગણિતમાં 98 ગુણ મેળવ્યા છે તે પણ અમારા માટે ખુશીની વાત છે.
ઉ.ગુ.નું પરિણામ ચિત્ર : 1,19,878 છાત્રોએ પરીક્ષા આપી, 75491 પાસ, 44387 નાપાસ
વિદ્યાર્થી | અરવલ્લી | બનાસકાંઠા | મહેસાણા | સાબરકાંઠા | પાટણ |
નોંધાયેલા | 15730 | 41155 | 27731 | 19941 | 16994 |
પરીક્ષાર્થી | 15429 | 40596 | 27374 | 19668 | 16811 |
એ-1 | 174 | 393 | 398 | 235 | 139 |
એ-2 | 840 | 2336 | 1744 | 1061 | 727 |
બી-1 | 1724 | 4925 | 2926 | 1923 | 1408 |
બી-2 | 2770 | 7220 | 4170 | 2951 | 2231 |
સી-1 | 3233 | 8062 | 4844 | 3545 | 2889 |
સી-2 | 1683 | 4123 | 2666 | 1875 | 1650 |
ડી | 83 | 214 | 152 | 92 | 82 |
ઇ-1 | 1982 | 7487 | 5954 | 3878 | 4233 |
ઇ-2 | 2939 | 5836 | 4518 | 4108 | 3452 |
પાસ | 10508 | 27273 | 16902 | 11682 | 9126 |
ટકા | 68.11 | 67.18 | 61.74 | 59.4 | 54.29 |
મહેસાણા-પાટણનું પરિણામ સતત 4 વર્ષથી ગગડી રહ્યું છે
જિલ્લો | 2022 | 2020 | 2019 | 2018 | 2017 |
અરવલ્લી | 68.11 | 61.1 | 66.97 | 56.95 | 66.52 |
બનાસકાંઠા | 67.18 | 64.08 | 68.59 | 66.86 | 64.99 |
મહેસાણા | 61.74 | 64.68 | 67.92 | 71.24 | 67.18 |
સાબરકાંઠા | 59.4 | 51.71 | 63.04 | 60.13 | 56.98 |
પાટણ | 54.29 | 56.76 | 59.53 | 62.04 | 66.52 |
કોવિડમાં પ્રમોશનથી ધો.10માં આવેલા છાત્રોનું પરિણામ યોગ્ય
વર્ધમાન વિદ્યાલયના આચાર્ય દિપક દેસાઇએ કહ્યું કે, કોવિડમાં ધો.9માં માસ પ્રમોશનથી ધો.10માં આવેલા વિદ્યાર્થીઓની પરીક્ષાનું આ પરિણામ તટસ્થ અને યોગ્ય છે. સમગ્ર રાજ્યમાં બેઝિક ગણિત અને વિજ્ઞાનમાં અન્ય વિષયો કરતાં ઓછું પરિણામ છે. ધો.8 સુધી પાસ કરીને ઉપલા વર્ગમાં મોકલવાની પ્રમોશન પદ્ધતિ લાંબાગાળે નુકસાનકારક છે. છાત્રોનો પાયો કાચો હોય અને આવામાં ધો.9માં માસ પ્રમોશનથી સીધા ધો.10માં વિદ્યાર્થીઓ આવ્યા. કમસે કમ ધો.5 અને 8માં છાત્રો નાપાસ થતા હોય તો જે-તે ધોરણમાં રાખી પાયો પાકો બનાવવો જોઇએ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.