કોરોના અપડેટ:મહેસાણા જિલ્લો કોરોનામુક્ત થવા તરફ, આજે પણ એકપણ કેસ નહીં,હવે માત્ર સાત એક્ટિવ કેસ રહ્યા

મહેસાણાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સંભવિત ત્રીજી લહેરને લઈને જિલ્લામાં સેમ્પલિંગ વધારાયું
  • જિલ્લામાં આજે નવા 1337 સેમ્પલ લેવામાં આવ્યા

મહેસાણા જિલ્લો હવે કોરોનામુક્ત થવા તરફ આગળ વધી રહ્યો છે. બીજી લહેર દરમિયાન કોરોનાએ કહેર મચાવ્યા બાદ જિલ્લામાં હવે સિંગલ ડિજિટમાં એક્ટિવ કેસ રહેતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.

મહેસાણા જિલ્લામાં આજે એક પણ કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યો નથી જિલ્લા માં હવે માત્ર 7 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે જેથી હવે તંત્રએ પણ રાહત ના શ્વાસ લીધા છે ગઈ કાલે લેવામાં આવેલા 2023 સેમ્પલ નું રિજલ્ટ આજે આવ્યું છે જેમાં તમામ સેમ્પલ નેગેટિવ આવ્યા હતા તેમજ અન્ય લેબ માં પણ એક પણ કેસ સામે આવ્યો નથીજિલ્લા માં 21 જુલાઈ સુધીમાં 7256 સેમ્પલ લેવામાં આવી ચુક્યા છે જેમાં 5918 સેમ્પલ નેગેટિવ આવ્યા હતા તેમજ આજે પણ નવા 1337 સેમ્પલ લેવામાં આવ્યા છે જેનું રિઝલ્ટ કાલે આવશે.

અન્ય સમાચારો પણ છે...