ઠંડી:હાડ થીજવતી 10.5 ડિગ્રી ઠંડીમાં મહેસાણા જિલ્લાવાસીઓ ધૂજ્યાં

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઉ.ગુ.માં ઠંડાહીમ પવનથી પારો સાડા 3 ડિગ્રી ગગડ્યો

ઉત્તર ગુજરાતમાં સુસવાટા મારતાં પવન વચ્ચે ગત રાત્રીએ થીજવતી ઠંડીના અનુભવ બાદ શુક્રવારે પ્રતિ કલાકે સરેરાશ 13 થી 15 કિમીની ઝડપે ફૂંકાયેલા પવનના કારણે ઠંડી સાડા 3 ડિગ્રી સુધી ઘટી હતી. જેના કારણે મહેસાણામાં 10.5 ડિગ્રી ઠંડી નોંધાઇ હતી. ઠંડા પવનનો મારો સતત ચાલુ રહેવાના દિવસનું તાપમાન 24.3 થી 24.9 ડિગ્રીની વચ્ચે નોંધાયું હતું. 25 ડિગ્રીથી ઓછા તાપમાનના કારણે દિવસભર વાતાવરણ ઠંડુ રહ્યું હતું.

હવામાન વિભાગની આગાહી મુજબ, તા.18 અને 19 ડિસેમ્બરે બનાસકાંઠા જિલ્લામાં શીતલહેર ફૂંકાવાની શક્યતાને લઇ યલો એલર્ટ અપાયું છે. જેના કારણે આગામી 48 કલાક સુધી સમગ્ર ઉત્તર ગુજરાતમાં કાતિલ ઠંડીનો રાઉન્ડ રહેશે.

અન્ય સમાચારો પણ છે...