કોરોનાના કેસમાં ઉછાળો:મહેસાણા જિલ્લામાં એક જ દિવસમાં 10 કેસ નોંધાયા, એક્ટિવ કેસનો આંક 22 પર પહોંચ્યો

મહેસાણા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર
  • જિલ્લામાં સીઝનલ ફલૂના આજે 2 સેમ્પલ લેવાયા

મહેસાણા જિલ્લામાં સતત કોરોના કેસમાં વધારો નોંધાઇ રહ્યો છે.આજે મહેસાણા જિલ્લામાં કોરોનાના 10 કેસ નોંધાયા છે. જિલ્લામાં એક્ટિવ કેસનો આંકડો 22 પર આવી પહોંચ્યો છે ત્યારે હવે જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા ટેસ્ટીગમાં વધારો કરી દેવામાં આવ્યો છે.

મહેસાણા જિલ્લામાં લાંબા સમય બાદ ફરી કોરોનાએ માથું ઊંચક્યું છે. જેમાં આજે એક જ દિવસમાં 10 કેસ સામે આવ્યા છે. જેમાં મહેસાણાના ગ્રામ્ય વિસ્તારોમાં 4,કડી શહેરમાં 1 અને ગામડાઓમાં 2, બેચરાજી તાલુકામાં 1, વિજાપુર શહેરમાં 2 મળી કુલ 10 કેસ નવા નોંધાયા છે. ત્યારે જિલ્લામાં આજે નવા 822 સેમ્પલ લેવામાં આવ્યા છે જે લેબમાં મોકલી અપાયા છે.

સીઝનલ ફલૂના આજે બે સેમ્પલ લેવાયા
મહેસાણા જિલ્લામાં બીજી બાજુ શરદી ખાંસીના કેસો સતત વધી રહ્યા છે.જિલ્લામાં આજે સીઝનલ ફ્લૂના એક પણ કેસ નોંધાયો નથી.ત્યારે આજે સીઝનલ ફ્લૂના 2 સેમ્પલ લઇ લેબમાં મોકલી અપાયા છે.તેમજ હાલમાં મહેસાણા જિલ્લામાં સીઝનલ ફ્લુનો એક કેસ એક્ટિવ જોવા મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...