વરસાદ:મહેસાણા જિલ્લામાં સિઝનનો 48.94% વરસાદ પડ્યો

મહેસાણા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • થોળ તળાવ 37.14% ભરાયું, ચિમનાબાઇ સરોવરમાં ખાબોચિયા જેટલું પાણી, ધરોઇ ડેમમાં 38.44% જળસંગ્રહ, 4 વર્ષની સૌથી સારી સ્થિતિ
  • આગાહી - આગામી 4 દિવસ હળવા વરસાદની શક્યતા, જુલાઇ અંત સુધીમાં 2 માનવમૃત્યુ, 1 ઇજાગ્રસ્ત અને 14 પશુઓ મોતને ભેટ્યા, 45.17% વાવેતર થયું

મહેસાણા જિલ્લામાં સિઝનના સરેરાશ 29 ઇંચ વરસાદની જરૂરીયાત સામે 30 જુલાઇ સુધીમાં સવા 14 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે. એટલે કે, સિઝનનો 48.94% વરસાદ મળી ચૂક્યો છે. અત્યાર સુધીની સિઝનમાં સૌથી વધુ 76.17% વરસાદ સતલાસણા અને સૌથી ઓછો 32.97% વરસાદ ખેરાલુમાં થયો છે.

બીજી બાજુ જિલ્લામાં 2.87 લાખ હેક્ટરમાં વાવેતરના અંદાજ સામે જિલ્લામાં 1.30 લાખ હેક્ટરમાં વાવેતર થઇ ચૂક્યું છે. એટલે કે, સિઝનનું 45.17% વાવેતર થઇ ચૂક્યું છે. અત્યાર સુધીની સિઝનમાં સૌથી વધુ 81.24% વાવેતર વિજાપુરમાં, જ્યારે સૌથી ઓછું 28.89% વાવેતર કડીમાં થયું છે. મુખ્ય પાકોના વાવેતરની સ્થિતિ જોઇએ તો, કપાસનું 38096, ઘાસચારાનું 34086, મગફળીનું 21332, શાકભાજીનું 9451 અને અડદનું 8689 હેક્ટરમાં વાવેતર થઇ ચૂક્યું છે.

ઉપરવાસમાં સારા વરસાદના કારણે ધરોઇ ડેમમાં 38.44% જળસંગ્રહ છેલ્લા 4 વર્ષની સૌથી સારી સ્થિતિએ પહોંચ્યું છે. થોળ તળાવ 37.14% ભરાયું, જ્યારે ચિમનાબાઇ સરોવરમાં ખાબોચિયા જેટલુ પાણી સંગ્રહિત થયું છે. જો કે, સારા વરસાદે 2 માનવ મૃત્યુ સાથે 14 પશુઓનો ભોગ લઇ ચૂક્યો છે. અને 1 મહિલા વિજળી પડવાથી ઇજાગ્રસ્ત થઇ ચૂકી છે.

હવામાન વિભાગની આગાહી મુજબ, 31મી જુલાઇએ વરસાદની શક્યતા ન બરાબર રહી શકે છે. ત્યારબાદ વાતાવરણ ફરી એકવાર વરસાદી બની છે. જેને લઇ તા.1 થી3 ઓગસ્ટ સુધી જિલ્લાના છુટાછવાયા વિસ્તારોમાં હળવો વરસાદ વરસી શકે છે.

14 ફૂટની સપાટી ધરાવતાં શરૂઆતમાં થોળ તળાવમાં જુલાઇ મહિનાની શરૂઆતમાં માત્ર 1 ફૂટની સપાટી પાણી હતું. 30 દિવસના અંતે થોળ તળાવમાં પાણીની સારી એવી આવક થતાં પાણીની સપાટી 5.20 ફૂટે પહોંચી છે. એટલે કે, થોળ તળાવમાં પાણીનો જથ્થો 37.14% સંગ્રહ થયો છે. બીજી બાજુ 58 ફૂટની સપાટી ધરાવતું ચિમનાબાઇ સરોવર તળીયા ઝાટક હતું. હાલ માત્ર ખાબોચીયા જેટલું પાણી દેખાઇ રહ્યું છે.

જિલ્લામાં અત્યાર સુધીની ચોમાસું સિઝનમાં કડી શહેર અને તાલુકામાંથી અકસ્માતે 2 વ્યક્તિઓના મોત નિપજ્યા હતા. જ્યારે વિજળી પડવાથી વિસનગરના ખરવડા ગામની એક મહિલા ઇજાગ્રસ્ત થઇ હતી. બીજી બાજુ જિલ્લામાં 14 પશુઓના મોત નિપજી ચૂક્યા છે. જે પૈકી 10 પશુઓના મોત વિજળી પડવાથી અને 4 પશુઓના મોત અકસ્માતે થયા હતા.

જિલ્લામાં વરસાદની સ્થિતિ

તાલુકોઅંદાજવરસ્યોટકાવારી
બહુચરાજી67836954.55%
જોટાણા75339752.73%
કડી81243954.04%
ખેરાલુ67922432.97%
મહેસાણા78030338.87%
સતલાસણા75457476.17%
ઊંઝા75227736.83%
વડનગર64331048.23%
વિજાપુર80241251.36%
વિસનગર66223735.81%
સરેરાશ72435448.94%
(નોંધ : વરસાદ મીમીમાં)

બહુચરાજી તાલુકામાં સતત વરસાદને કારણે ચોમાસું ખેતી નિષ્ફળ, બીટી કપાસ જ વવાયો
બહુચરાજી તાલુકામાં છેલ્લા એકાદ માસથી ધીમીધારે વરસાદ ચાલુ રહેતા ખેડૂતો ચોમાસુ ખેતીમાં બાજરી તેમજ કઠોળનું વાવેતર કરી શક્યા નથી. છેલ્લા એકાદ સપ્તાહમાં સરેરાશ 4થી 5 ઇંચ જેટલો વરસાદ પડતાં નીચાણવાળા ખેતરોમાં પાણી ભરાઈ જવાના કારણે ક્યાંક બીટી કપાસનું વાવેતર નિષ્ફળ જવાની ભીતિ પણ સેવાઇ રહી છે.

સામાન્ય રીતે ગુજરાતમાં ચોમાસાનું આગમન 25 જૂન આસપાસ થતું હોય છે. પરંતુ આ વર્ષે 15 દિવસ જેટલું ચોમાસું મોડુ શરૂ થતાં તેમજ શરૂ થયા બાદ સતત એકાદ માસ સુધી રોજ વરસાદ ચાલુ રહેતા આ બંને તાલુકાઓમાં કઠોળ,તેલીબિયાં તેમજ બાજરીનું વાવેતર થઈ શક્યું નથી.

અન્ય સમાચારો પણ છે...