E-FIR:મહેસાણા જિલ્લામાં એક જ અઠવાડિયામાં 34 ફરિયાદો મળી

મહેસાણા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મોબાઇલમાં ઘેરબેઠાં એપ મારફતે લોકો પોતાની ફરિયાદ નોંધાવી શકશે
  • મહેસાણાના ડીવાયએસપી eએફઆઈઆરની જાગૃતિ માટે માર્ગદર્શન આપી રહ્યા છે

વાહન અને મોબાઈલ ચોરીની ફરિયાદ માટે રાજ્ય સરકારે e એફઆઇઆર નામની એપ્લિકેશન લોન્ચ કરી છેે. જેને પગલે લોકો વાહન અને મોબાઈલ ચોરીની ફરિયાદ ઘેરબેઠાં નોંધાવી શકશે. મહેસાણા જિલ્લામાં એક જ અઠવાડિયામાં e એફઆઇઆરમાં ઓનલાઇન 34 ફરિયાદો મળી છે.

પહેલા લોકોને વાહન કે મોબાઈલ ચોરીની ફરિયાદ નોંધાવવા પોલીસ મથક જવું પડતું હતું અને તેમ છતાંય કેટલાક દિવસ બાદ ફરિયાદ નોંધાતી હતી. પરંતુ ગત 22 જુલાઈના રોજ રાજ્ય સરકારે eએફઆઇઆર નામની લોન્ચ કરેલી એપ્લિકેશન મારફતે લોકો હવે ગમે તે સ્થળેથી ફરિયાદ નોંધાવી શકશે.નું ડીવાયએસપી રમેશભાઈ દેસાઈએ જણાવ્યું હતું. જિલ્લામાં eએફઆઈઆર જાગૃતિ માટે છેલ્લા અઠવાડિયાથી ડીવાયએસપી દેસાઈ દ્વારા જુદી જુદી જગ્યાએ શિક્ષક બની લેક્ચર આપી રહ્યા છે. સોમવારે મહેસાણાની કર્વે સ્કૂલના વિદ્યાર્થીઓને આ અંગે માર્ગદર્શન અપાયું હતું.

આ રીતે ફરિયાદ દાખલ કરી શકાશે
સૌપ્રથમ પ્લે સ્ટોરમાંથી સિટીઝન ફર્સ્ટ ગુજરાત પોલીસ નામની એપ ડાઉનલોડ કરી તેમાં અરજદારે પોતાનું નામ, મોબાઈલ નંબર અને ઇમેલ આઇડી સાથે રજીસ્ટ્રેશન કરાવવું પડશે. ત્યાર બાદ મોબાઈલ કે વાહનચોરીની વિગતો તેમજ એના બિલ સહિતના ડોક્યુમેન્ટ એટેચ કરી અપલોડ કરતાની સાથે જ પસંદગી કરાયેલા જે-તે પોલીસ મથકમાં વાહન કે મોબાઈલ ચોરીની ફરિયાદ દાખલ થઈ જાય છે.

અન્ય સમાચારો પણ છે...