તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેક્સિનેશન:કોરોના રસીકરણને લઈને મહેસાણા જિલ્લો ટોપ 5માં પહોંચ્યો, રોજ 8થી 10 હજાર લોકોને વેક્સિન અપાય છે

મહેસાણા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં 2 લાખ 25 હજાર 858 લોકોએ બંને ડોઝ લઇ લીધા

મહેસાણા જિલ્લામાં કોરોના મહામારી દરમિયાન અનેક પરિવારોના સભ્યો કોરોનામાં સપડાયા હતા. ત્યારબાદ વેક્સિન આવતાની સાથે જ લોકો વેક્સિન લેવા માટે દોટ મૂકી હતી. જેમાં હાલ વેક્સિનની કામગીરી મામલે મહેસાણા જિલ્લો ટોપ 5માં સ્થાન મેળવી રહ્યો છે.

મહેસાણા જિલ્લામાં વેક્સિનેશનની કામગીરી હાલ જોસમાં ચાલી રહી છે. મહેસાણા જિલ્લાના અલગ અલગ તાલુકાઓમાં લાભાર્થીઓ વેક્સિન મેળવી રહ્યા છે. જિલ્લામાં 45 ટકા પ્રથમ ડોઝ અને 31 ટકા બીજો ડોઝ પૂર્ણ થઈ ચૂક્યો છે. મહેસાણા જિલ્લામાં 16 લાખ 68 હજાર 618ના લક્ષ્યાંક સામે 7 લાખ 32 હજાર 536 લોકોએ પ્રથમ ડોઝ લીધો છે. જ્યારે 2 લાખ 25 હજાર 858 લોકોએ બીજો ડોઝ લીધો છે.

જિલ્લામાં છેલ્લા એક મહિનાથી સેસન સાઇટ સામે 100 જેટલા લાભાર્થીઓને ટાર્ગેટ નક્કી કરવામાં આવી રહ્યા છે. જિલ્લામાં દિવસના 8થી 10 હજાર લોકોને વેક્સિન મુકવામા આવી રહી છે. જે અંગે જિલ્લાના આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે, જેને બીજો ડોઝ નથી અપાયો તેમને પણ પ્રાથમિકતા અપાઈ રહી છે. બીજો ડોઝ લેનાર કોઈપણ પાછા ના જાય એ માટે ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે.

જિલ્લામાં છેલ્લા એક મહિનામાં વેક્સિનેસની જે કામગીરી થઈ રહી છે તે અન્ય જિલ્લા સાથે મહેસાણા જિલ્લો 1થી 5માં ક્રમે સ્થાન મેળવી રહ્યો છે. જેમાં સામાજિક કાર્યક્રમો, પધધિકારી મેડિકલ, પેરા મેડિકલ અને અન્ય વિભાગોના સાથ સહકાર દ્વારા રસીકરણ મામલે મહેસાણા જિલ્લો 1થી 5માં સ્થાન મેળવી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...