તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સતર્કતા:મહેસાણા જિલ્લા પોલીસ દ્વારા 20 દિવસમાં 11008 ઘરોની વિઝિટ કરવામાં આવી

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જાહેરનામા ભંગ મામલે 1038 નોટિસ અને 5 ગુના નોંધાવમાં આવ્યા
  • પોલીસ દ્વારા કોરોનાને લઈ લોકોને ત્યાં હોમ વિઝિટ કરવામાં આવી

મહેસાણા જિલ્લામાં ઘણાં કોરોનાગ્રસ્ત દર્દીઓ સારવાર હેઠળ છે. જેમાં કેટલા હોસ્પિટલોમાં તો કેટલાક પોતાના ઘરે કે ગામના કોવિડ સન્ટરો પર આઇસોલેટ થયા છે. ત્યારે આવા દર્દીઓ અને તેમના ઘરના સભ્યો ખરા અર્થમાં નિયમોનું પાલન કરે છે કે કેમ તેની સરપ્રાઈઝ તપાસ માટે જિલ્લા પોલીસ દ્વારા ખાસ પ્રયાસ કરવામાં આવ્યો છે.

જાહેરનામાના ભંગ મામલે 1038 લોકોને નોટિસ આપવામાં આવી

જેમાં છેલ્લા 20 દિવસમાં કુલ 11008 ઘરોની મુલાકાત લેવામાં આવી છે. જેમાં બેદરકારી કે નિયમો અને જાહેરનામાના ભંગ મામલે 1038 લોકોને નોટિસ આપવામાં આવી છે. જ્યારે 5 ગુના નોંધાવમાં આવ્યા છે. બીજી તરફ પોલીસ દ્વારા સિનિયરસીટીઝન લોકોનો ખ્યાલ રાખતા જિલ્લાના કુલ 1792 સિનિયર સીટીઝનની રૂબરૂ મુલાકાત અને 1451 સાથે ટેલિફોનિક વાતચીત કરવામાં આવી છે.

આમ મહેસાણા જિલ્લા પોલીસ દ્વારા કોરોનાના આ કપરા સમયે સંક્રમણ વધે નહિ અને દર્દીઓ અને તેમના પરિવાર આઇસોલેશન કે કોરન્ટાઇન સમયે યોગ્ય નિયમોનું પાલન કરે તે માટે ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...