ગૃહ વિભાગની પોલીસને ભેટ:મહેસાણા જિલ્લા પોલીસને નવા 21 બાઇક અને 5 બસ સહિત કુલ 33 નવા વાહનો ફળવાયા

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

નવા વર્ષના પ્રારંભ સમયે સરકારના ગૃહ વિભાગ દ્વારા મહેસાણા જિલ્લા પોલીસને 33 નવા વાહનોની ભેટ આપવામાં આવી છે. જેમાં 1.77 કરોડના ખર્ચે પ્રાથમિક અને ટેકનોલોજીની સુવિધાઓ સાથે 9 બસ 21 મોટરસાયકલ અને ત્રણ મોપેડ ની ફાળવણી કરાય છે. ઉપરાંત એક ઇન્વેસ્ટિગેશન વાન પણ તાજેતરમાં ફાળવણી કરાઈ છે જે તમામ વાહનો આગામી દિવસોમાં પાર્સિંગ સહિતની અન્ય ખાતાકીય પ્રક્રિયા કર્યા બાદ જિલ્લાના જે તે જરૂરિયાત ધરાવતા પોલીસ સ્ટેશનમાં ફાળવણી કરવામાં આવશે.

મહેસાણા પોલીસને 33 નવા વાહનો મળ્યા
મહેસાણા જિલ્લા પોલીસની સંઘન અને ઝડપી કાર્ય પદ્ધતિને વેગ આપવા રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા અગાઉ સુવિધા સફર પોલીસ વેન બાદ નવા વર્ષના પ્રારંભે વધુ 33 વાહનોની ભેટ આપવામાં આવી છે જેમાં 9 બસો પૈકી 32 બેઠક વ્યવસ્થા વાળી 4 મોટી બસ અને 21 બેઠક વ્યવસ્થા ધરાવતી પાંચ એસેમ્બલ મીની બસ મળી છે. જે બસો જાપતા બંદોબસ્ત માટે હેડક્વાર્ટર માં રાખવામાં સેવા આપશે જ્યારે મહિલા પોલીસ માટે પણ ત્રણ મોપેડ ફાળવવામાં આવ્યા છે.

પોલીસકર્મીઓ માટે નવા 21 બાઇક ફળવાયા
અન્ય પોલીસકર્મીઓ માટે 21 મોટરસાયકલની ફાળવણી કરાઈ છે આ સાથે એક ઇન્વેસ્ટિગેશન બેન આવતા હવે જિલ્લામાં કુલ બે ઇન્વેસ્ટિગેશન વેન થઈ છે. મહત્વનું છે કે મહેસાણા જિલ્લા પોલીસમાં જુના થયેલ વાહનો બિન ઉપયોગી બનતા અને કેટલાક વધુ વાહનોની જરૂરિયાત સામે રાજ્ય સરકારે મહેસાણા પોલીસ માટે ભરપૂર વાહનોની ફાળવણી કરી છે જે મહેસાણા પોલીસ વિભાગની વિવિધ કામગીરી માટે ઉપયોગી બનશે.

અન્ય સમાચારો પણ છે...