તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેઠક:મહેસાણા જીલ્લા કક્ષાનો “75મો સ્વાતંત્ર્ય પર્વ” પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાશે

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 15મી ઓગસ્ટની ઉજવણીના સંદર્ભે બેઠક યોજાઈ

મહેસાણા જિલ્લામાં 15મી ઓગસ્ટના દિવસે 75માં સ્વાતંત્ર્ય પર્વ દિનની ઉજવણી મહેસાણા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે થનાર છે રાષ્ટ્રીય પર્વમાં મહેસાણા ખાતે કુંવરજીભાઇ બાવળીયા મંત્રી પાણી પુરવઠો,પશુપાલન અને ગ્રામ ગૃહનિર્માણ ધ્વજ વંદન માં ઉપસ્થિત રહેશે.

જે અંતર્ગત મહેસાણા જીલ્લામાં પણ આ દિનની આગોતરી તૈયારીઓ કરવા અંગે નિવાસી અધિક કલેકટર આઇ.આર વાળાના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી.આ બેઠકમાં જણાવ્યું કે, જે તે વિભાગના અધિકારીઓને જે કામગીરી સોંપવામાં આવી છે. તેને ચીવટ પૂર્વક નિભાવવાની રહેશે. 15મી ઓગસ્ટના દિવસે સ્થળ પર દરેક વિભાગના અધિકારીઓએ ઉપસ્થિત રહેવું. જીલ્લાના મુખ્ય મથકે સ્થળની પસંદગી કરી સ્થળની સફાઈ, કામગીરી, ગામોની સાફ સફાઈની કામગીરી સુશોભન તેમજ ધ્વજ વંદન અને સ્ટેજ,પરેડ, વગેરે માટે મેદાનને તૈયાર કરવું, કાર્યક્રમમાં ગરીમા પૂર્વક ઉજવાય તેવી કામગીરી કરવી, ધ્વજવંદનના સ્થળે માઈક, લાઈટ તથા ઇલેક્ટ્રિક સપ્લાય અવિરત મળે તે માટેની જરૂરી કામગીરી, પ્રોટોકોલ મુજબ બેઠક વ્યવસ્થા ગોઠવવી, મહેમાનો,સ્વાતંત્ર્ય સેનાનીઓને તેમની જગ્યાએ બેસાડવાની,સ્વાગત કરવાની, કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે અંગે, ધ્વજવંદનના સ્થળે ધ્વજદંડ, સ્ટેજ, તેમજ ધ્વજની આચારસંહિતા જાળવવાની કામગીરી, સ્ટેજ સુશોભનની કામગીરી, વૃક્ષારોપણ વ્યવસ્થા કરવી, ટ્રાફિક તથા વાહન પાર્કિંગની વ્યવસ્થાની કામગીરી કરવી તથા સમગ્ર ઉજવણી સોશિયલ ડિસ્ટન્સ સાથે કરવા અનુરોધ કર્યો હતો

આ ઉપરાંત સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ 14 ઓગસ્ટના રોજ તાલુકા/ગ્રામ્ય કક્ષાએ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરી રાષ્ટ્ર ભાવના ઉજાગર થાય એવી કામગીરી કરવા સૂચના અપાઈ છે. આ બેઠકમાં સંબધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત તાલુકા કક્ષાના અધિકારીઓને વિડીયો કોન્ફરન્સથી માર્ગદર્શિત કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...