તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગૌરવ:તમામ ગ્રામ પંચાયતમાં સ્ત્રી-પુરૂષનું અલગ ટોયલેટ બનાવનાર મહેસાણા જિલ્લો રાજ્યમાં પ્રથમ નંબરે

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સતત 3 વર્ષ મહેસાણા જિલ્લાને ગ્રામીણ સ્વચ્છતા અભિયાનમાં દેશમાં પ્રથમ સ્થાને રહ્યો

સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અભિયાનમાં મહેસાણા જિલ્લો સતત 3 વર્ષ સુધી દેશમાં પ્રથમ રહ્યો છે. આ ઉપરાંત વર્ષ 2020-21 માં ગ્રામીણ કક્ષાએ શ્રેષ્ઠ કામગીરીને લઇ પ્રધાનમંત્રી જનભાગીદારી એવોર્ડથી સન્માનિત કરાશે. રાજ્યના સામાન્ય વહિવટ વિભાગના ઉપસચિવ દ્વારા રાજ્યના તમામ જિલ્લા કલેક્ટર અને ડીડીઓને મહેસાણા જિલ્લાનો આ પ્રોજેક્ટ તેમના જિલ્લામાં પણ અમલીકરણ કરવા પત્ર લખી જાણ કરી છે.

મહેસાણા જિલ્લાના તત્કાલીન જિલ્લા વિકાસ અધિકારી અને હાલ આણંદ કલેક્ટર તરીકે ફરજ બજાવતાં મનોજ વાય.દક્ષિણી દ્વારા વર્ષ 2020-21 માં જિલ્લાની તમામ ગ્રામ પંચાયતોમાં સ્ત્રી-પુરૂષ માટે અલગ-અલગ ટોયલેટ બનાવ્યા હતા. જેને લઇ રાજ્યમાં એક માત્ર મહેસાણા તમામ પંચાયતોમાં ટોયલેટની સુવિધાઓ ધરાવતો જિલ્લો બન્યો હતો. જિલ્લામાં સ્વચ્છ ભારત મિશનની આ પ્રોજેક્ટની પહેલને કેન્દ્ર સરકાર દ્વારા બિરદાવવામાં આવ્યો છે.

આ સાથે જિલ્લામાં જનભાગીદારીના કામોને જોઇ મહેસાણા જિલ્લાને પ્રધાનમંત્રી જનભાગીદારી એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. બીજી બાજુ રાજ્યના સામાન્ય વહિવટ વિભાગના ઉપસચિવ ઉમેશ પી.વસાવાએ રાજ્યના તમામ જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીને સંબોધીને બુધવારે એક પત્ર લખ્યો હતો. જેમાં મહેસાણા જિલ્લાના આ પ્રોજેક્ટને રાજ્યના તમામ જિલ્લામાં અમલીકરણ કરવા જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...