ગૌરવ:દરેક પંચાયત ઘરની બહાર મહિલા-પુરુષનાં અલગ ટોયલેટ સુવિધા સાથે મહેસાણા જિલ્લો દેશમાં પ્રથમ

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્વચ્છ ભારત મિશન ગ્રામિણ-2020માં મહેસાણા જિલ્લો દેશમાં પ્રથમ ક્રમે રહ્યો
  • 21 એપ્રિલે PMના હસ્તે તત્કાલીન ડીડીઓ અને હાલના કલેક્ટરને ટ્રોફી સાથે 10 લાખનું ઇનામ અપાશે

સ્વચ્છ ભારત મિશન ગ્રામિણ-2020માં દેશભરના 669 જિલ્લાઓએ ભાગ લીધો હતો. જે પૈકી મહેસાણા જિલ્લાએ દેશભરમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. આગામી 21 એપ્રિલે નવીદિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મહેસાણા જિલ્લાના તત્કાલીન ડીડીઓ અને હાલ આણંદ કલેક્ટરની ફરજ બજાવતા એમ.વાય. દક્ષિણી અને હાલના કલેક્ટર ઉદિત અગ્રવાલને ટ્રોફી આપી એવોર્ડ અપાશે. તેમજ જિલ્લાના વિકાસ માટે રૂ.10 લાખનું ઇનામ અપાશે.

2020માં યોજાયેલા સ્વચ્છ ભારત મિશન ગ્રામિણ અભિયાનમાં દેશભરના 669 જિલ્લાઓએ ભાગ લીધો હતો. તમામ જિલ્લાઓની કામગીરી કેન્દ્રના ગ્રામ વિકાસ વિભાગ સાથે અન્ય 2 વિભાગોએ જોયા બાદ કેન્દ્રના કેબિનેટ સેક્રેટરીની કમિટીમાં પસંદ કરાયેલા જિલ્લાઓની કામગીરી જોવાઇ હતી. જેમાં મહેસાણા જિલ્લા દ્વારા વ્યક્તિગત અને સામુહિક શૌચાલય તેમજ કંમ્પોસ્ટ પોસ્ટની કામગીરી ઉપર તમામ પંચાયત ઘરની બહાર મહિલા અને પુરૂષ અરજદારો માટે બનાવેલા ટોયલેટની કામગીરીને ધ્યાને રાખી મહેસાણા જિલ્લાને દેશભરમાં પ્રથમ સ્થાન મળ્યું છે.

અગાઉ 4 રાષ્ટ્રીય કક્ષાના એવોર્ડ મળ્યાં છે
મહેસાણા જિલ્લાને વર્ષ 2018-19માં પોષણ અભિયાનનો રાષ્ટ્રીય કક્ષાનો પ્રથમ એવોર્ડ મળ્યો હતો. તેમજ સ્વચ્છતા દર્પણમાં વર્ષ 2017થી 2020 સુધી સતત વર્ષ સુધી રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ મળ્યો હતો.

રાજ્યના તમામ પંચાયત ઘર આગળ અરજદારો માટે અલાયદા ટોયલેટ બનશે
સ્વચ્છ ભારત મિશન ગ્રામિણ-2020 અંતર્ગત મહેસાણા જિલ્લાના તત્કાલિન ડીડીઓ એમ.વાય. દક્ષિણીએ જિલ્લાની 605 ગ્રામ પંચાયતોમાં અરજદારો માટે મહિલા અને પુરૂષના અલાયદા ટોયલેટ બનાવ્યાં હતાં. તેમની આ કામગીરીની રાજ્ય અને કેન્દ્ર કક્ષાએ નોંધ લેવાઇ છે અને હવે રાજ્યના તમામ પંચાયત ઘર આગળ ટોયલેટ ઉભાં કરાશે.

અન્ય સમાચારો પણ છે...