અવસર લોકશાહીનો અંતર્ગત દરેક મતદાર લોકશાહીના આ મહાન અવસરમાં સામેલ થાય તે માટે ચૂંટણી તંત્ર કટિબધ્ધ બન્યુ છે. ત્યારે મહેસાણા જિલ્લા ચૂંટણી અધિકારી ઉદિત અગ્રવાલની અધ્યક્ષતામાં જિલ્લાના 2971 (દિવ્યાંગ) મૂકબધિર મતદારો માટે કંટ્રોલ રૂમ શરૂ કરાયો છે.
મહેસાણા જિલ્લામાં 15,497 દિવ્યાંગ મતદારો પૈકી 2971 દિવ્યાંગ મતદારોની મતદાન પ્રક્રિયા સહિત મતદાન જાગૃતિની વિશેષ સમજ આપવા માટે કંટ્રોલ રૂમ શરૂ કરાયો છે.મહેસાણા જિલ્લામાં ડેફ એન્ડ ડમ્બ મતદારો માટે હેલ્પ લાઇન નંબર 6357147721 શરૂ કરાયો છે. આ ઉપરાંત વિધાનસભા દીઠ ખાસ વ્યવસ્થા કરાઇ છે.જેમાં 20 ખેરાલું માટે એસ.કે. કવી, 21 ઊંઝા માટે શ્રી ડી.જે.રાવલ, 22 વિસનગર માટે એમ.વી ડાભી,23 બેચરાજી માટે એસ.એન.પરમાર ,24 કડી માટે એસ.કે.કવિ,મહેસાણા માટે જે.બી.દવે અને 26 વિજાપુર માટે ડી.જે.રાવલ ને દિવ્યાંગ મૂકબધિર મતદારો માટે સહાયક તરીકે નિમણુંક કરાઇ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.