તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Mehsana District Collector Arranged Seating Arrangement On The Ground Floor For The Applicants Who Could Not Climb The CDO In The Multi storey Building.

કલેક્ટરનો અનોખો અભિગમ:બહુમાળી બિલ્ડીંગમાં સીડીઓ ના ચડી શકે તેવા અરજદારો માટે મહેસાણા જિલ્લા કલેકટરે ભોંયતળિયે બેઠક વ્યવસ્થાનું આયોજન કર્યું

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દિવ્યાંગ અને વૃદ્ધ અરજદારો માટે રાહત
  • જિલ્લાની તમામ કચેરીઓમાં ભોંયતળિયે બેઠક માટે કલેક્ટરે આદેશ કર્યાં

મહેસાણા જિલ્લાના નવ નિયુકત જિલ્લા કલેકટર ઉદિત અગ્રવાલ દ્વારા એક અનોખો અભિગમ દાખવ્યો છે. જેમાં બહુમાળી ભવનમાં આવતા અરજદારોને સીડીઓ ચડવામાં મુશ્કેલી પડતી હોવાથી અરજદારો માટે ભોંય તળિયે ચોક્કસ બેઠક વ્યવસ્થાનું આયોજન કરી આપવા આદેશ આપ્યા છે.

મહેસાણા જિલ્લામાં બહુમાળી બિલ્ડીંગોમાં કચેરીઓ ધરાવતા અરજદારોએ લીફ્ટની સગવડ ન હોવાના પગલે સીડી(દાદર) ચડ-ઉતર કરવી પડે છે જેથી કચેરીઓમાં દિવ્યાંગ, અશક્ત અને વયોવૃધ્ધ અરજદારોને મુશ્કેલી પડે છે. જેથી જિલ્લા કલેક્ટરે માનવીય અભિગમ દાખવી આવા તમામ અરજદારો માટે ભોંયતળીયે ચોક્કસ સમયે માટે બેઠક વ્યવસ્થા ગોઠવવા અને આયોજનની અરજદારોને જાણ થાય તે માટે કચેરીઓમાં નોટીસ બોર્ડ લગાવવા માટે પરિપત્ર કરીને સુચિત કર્યા છે.

ઉલ્લેખનીય છે કે, જિલ્લા કલેક્ટર ઉદિત અગ્રવાલે ચોક્કસ સમય દરમિયાન અશક્ત અરજદારો માટેની ભોંયતળીયે બેઠક વ્યવસ્થા સાથે આ સમયે કચેરીના વડાએ પણ ભોંયતળીયે બેસવા આદેશ કર્યો છે. જિલ્લા કલેક્ટર મહેસાણાના આ માનવતાવાદી અભિગમથી જિલ્લાના નાગરિકોમાં આનંદ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...