તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જેલમાં તકેદારી:મહેસાણા જિલ્લા સેન્ટર જેલમાં કોરોનાનું સંક્રમણ અટકાવી શકવામાં સફળતા મળી, 236 પૈકી માત્ર 1 કેદી કોરોનાગ્રસ્ત

મહેસાણા3 મહિનો પહેલા
  • મહેસાણા જિલ્લા મધ્યસ્થ જેલમાં કુલ 236 કેદીને રાખવામાં આવ્યા છે
  • 236 પૈકી માત્ર 1 કેદી કોરોનાગ્રસ્ત હોઈ સારવાર હેઠળ રાખવામાં આવ્યો છે

કોરોના મહામારી સમયે મહેસાણા જિલ્લા મધ્યસ્થ જેલમાં રાખવામાં આવેલ કેદીઓ માટે ખાસ તકેદારી અને વ્યવસ્થા રાખવામાં આવી છે. જેમાં જિલ્લા મધ્યસ્થ જેલમાં હાલ કુલ 236 જેટલા કેદીઓને રાખવામાં આવ્યા છે. જેમાં 236 પૈકી માત્ર 1 કેદી કોરોનાગ્રસ્ત હોઈ સારવાર હેઠળ રાખવામાં આવ્યો છે.

કેદી અને સ્ટાફ માટે માસ્ક, સેનેટાઈઝરની વ્યવસ્થા

જેલમાં કોરોના ગાઈડ લાઈનનું પાલન કરતા દરેક કેદી અને સ્ટાફ માટે માસ્ક, સેનેટાઈઝરની વ્યવસ્થા કરાઈ છે. સાથે જ કોઈ કેદી બીમારીનો ભાગ ન બને માટે અહીં ખાસ પ્રકારે કેદીઓના આરોગ્ય ચકાસણીનું કામ મેડિકલ ટીમ દ્વારા કરવામાં આવે છે. જેમાં કોઈ પણ કેદીને તાવ કે અન્ય બીમારી જણાઈ આવે તો તેને અલગ આઇસોલેટ કરી જરૂરી રિપોર્ટ અને સારવાર માટેની કાર્યવાહી કરવામાં આવે છે.

15 જેટલા કેદીઓ જેલમાં કોરોનાગ્રસ્ત થઈ ચૂક્યા છે

અત્યાર સુધી 15 જેટલા કેદીઓ જિલ્લા જેલમાં કોરોનાગ્રસ્ત થઈ ચૂક્યા છે. હાલમાં માત્ર 1 જ કેદી કોરોનાગ્રસ્ત છે. અહીં નવા આવતા કેદીઓ કે પછી રજા ભોગવીને આવતા કેદીઓને પહેલા આઇસોલેટ કરવામાં આવે છે. જેથી જેલમાં સંક્રમણ ફેલાય નહિ તો જેલમાં રાખેલ કેદીઓને બહારથી આવતા મુલાકાતીઓ સાથેની મુલાકાત બંધ રાખવામાં આવી છે. અને જે કેદીઓના ટિફિન બહારથી મોકલવામાં આવતા હતા તે પણ સ્વીકારવાનું બંધ કરી દેવામાં આવ્યું છે.

જેલમાં કોરોનાનું સંક્રમણ અટકાવી શકવામાં સફળતા મળી

જેથી બહારના વિસ્તારમાંથી વાયરસની સંક્રમણ જેલમાં ન ફેલાય અને કોઈ કેદીના પરિવાર કે સ્નેહીજન દ્વારા કેદી સાથે સંપર્ક કરવો હોય તો ટેલોફોનિક સંપર્કની સુવિધા આપવામાં આવી છે. આમ મહત્તમ અંશે મહેસાણા જિલ્લા મધ્યસ્થ જેલમાં કોરોનાનું સંક્રમણ અટકાવી શકવામાં સફળતા મળી છે. અને હાલમાં પણ તકેદારીના ભાગ રૂપે તમામ પગલાં લેવામાં આવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...