કાર્યવાહી:સોશિયલ મીડિયા પર અન્ય લોકોના નામે ફેક આઇડી બનાવી બદનામ કરતા શખ્સને મહેસાણા સાયબર ક્રાઇમે ઝડપી લીધો

મહેસાણા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મૂળ અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના અણદેજનો પ્રજાપતિ રજનીકાંત હોવાનું સામે આવ્યુ

મહેસાણામાં સોશિયલ મીડિયામાં અન્ય લોકોની ફેક આઇડી બનાવી લોકોને કોલ અને મેસેજ કરતો શખ્સ ઝડપાયો છે. મહેસાણાં સાયબર ક્રાઇમની ટીમે ફરિયાદના આધારે આ શખ્સને ઝડપી લીધો હતો.

હાલના સમય ગાળા દરમિયાન મોટા ભાગના લોકો પોતાનો સમય સોશિયલ મીડિયા પર પસાર કરતા હોય છે. ત્યારે આવા સમયગાળા દરમિયાન કેટલાક અસામાજિક તત્વો સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરી અન્ય લોકોના નામે પોતાના એકાઉન્ટ બનાવી લોકો સાથે કોલિંગ અને મેસેજ દ્વારા અભદ્ર પોસ્ટ કરી બદનામ કરતા હોય છે. ત્યારે આવા તત્વો સામે સાયબર ક્રાઇમની ટીમ પણ આરોપીઓને ઝડપવા સક્રિય બની છે.

મહેસાણા સાયબર ક્રાઇમમાં નોંધાયેલી ફરિયાદ અંગે ટીમ તપાસમાં હતી, ત્યારે ટેક્નિકલ એનાલિસિસ કરી ટેક્નિકલ સોર્સ દ્વારા સોશિયલ મીડિયાના ઈન્સ્ટાગ્રામ પર અન્ય કોઈની ફેક આઈડી બનાવી લોકોને બદનામ કરતો 23 વર્ષીય શખ્સ ઝડપયો છે. પોલીસ તપાસ દરમિયાન ફેક એકાઉન્ટ બનાવનાર આરોપી મૂળ અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના અણદેજનો પ્રજાપતિ રજનીકાંત હોવાનું સામે આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...