સજા:મહેસાણા કોર્ટે ચેક રિટર્ન કેસમાં ટુર ઓપરેટરના રસોઈયાને 1 વર્ષની કેદની સજા ફટકારી

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ ઉપરાંત કોર્ટે 30 દિવસમાં રકમ ચુકત કરવા આદેશ કર્યો

મહેસાણા શહેરમાં માલગોડાઉન વિસ્તારમાં કરીયાણાના વેપારી પાસેથી ટુર ઓપરેટરના રસોઈયાએ ચાર વર્ષ અગાઉ રૂ 96 હજાર 525નું ઉધાર કરીયાણાની ખરીદી કરી હતી. જેના પેટે વેપારીને ચેક આપ્યો હતો. જે અપૂરતા નાણાંના કારણે ચેક પરત ફર્યો હતો. આ મામલે વેપારીએ મહેસાણા કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી. જેમાં ટૂર ઓપરેટરના રસોઈયાને કસૂરવાર ઠેરવી કોર્ટ એક વર્ષની સાદી કેદની સજા અને ચેકની વડતળ આપવા હુકમ કર્યો હતો.

માલગોડાઉન વિસ્તારમાં આવેલા રોયલ માર્કેટમાં કરીયાણાની દુકાન ધરાવતા રસિકભાઈ પટેલ પાસેથી મિત્રતા કેળવી તાલુકાના ભાસરિયાના વતની અને ટુર ઓપરેટર ને ત્યાં રસોઈયા તરીકેનો કોન્ટ્રાક્ટ રાખતા ભરત ડાહ્યાભાઈ નાયી અવારનવાર કરીયાનું લઇ જતો હતો. ચાર વર્ષ અગાઉ રસોઈયા દ્વારા તેમની પાસેથી રૂ 96 હજાર 525નું કરીયાનું લઈ ગયો હતો. જેના પેટે વેપારીને એક ચેક આપ્યો હતો. વેપારીએ પોતાના ખાતામાં ચેક જમા કરાવતા અપૂરતા નાણાંના કરણે ચેક પરત ફર્યો હતો.

ત્યારબાદ વેપારીએ એડવોકેટ જી.આર ચૌહાણ મારફતે મહેસાણા કોર્ટમાં ચેક રિટર્નની ફરિયાદ નોંધાવી હતી. આ કેસ ચાલી જતા મહેસાણા કોર્ટ આરોપી ભરત ડાહ્યાભાઈ નાઈને કસૂરવાર ઠેરવી એક વર્ષની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો. આ ઉપરાંત 30 દિવસમાં રકમ ચુકત કરવા આદેશ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...