સજા:ચેક રિટર્નના કેસમાં ધનપુરાના ઈસમને મહેસાણા કોર્ટે એક વર્ષ કેદની સજા ફટકારી

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આરોપીએ કાર માટે બેન્કમાંથી લોન લઈ હપ્તા ન ભર્યા અને ચેક લખી આપ્યો હતો

ચેક રિટર્નના કેસમાં ધનપુરા ગામના ઇસમને વિજાપુર કોર્ટ એક વર્ષની કેદની સજા ફટકારી છે. જેમાં આરોપીએ બેન્કમાંથી લોન લઈ પૈસા ન ભરનાર લોકો માટે કોર્ટ સબક સમાન ચુકાદો આપ્યો હતો. જેમાં વિજાપુર નાગરિક બેન્ક માંથી લોન લઇ તેના રૂપિયા નહિ ભરવાનું ધનપુરા ગામના યુવાનને ભારે પડ્યું છે.

કેટલાક સમય પૂર્વ તાલુકાના ધનપુરા ગામે રહેતા વિનુ પ્રજાપતિએ વિજાપુર નાગરીક સહકારી બેન્કમાંથી કાર લેવા માટે પાંચ લાખ ઉપરાંતની લોન લીધી હતી. સમય જતાં લોન ના હપ્તાની રકમ નહિ ભરતા બેંકના સત્તાધીશો દ્વારા પોતાની સવા લાખ જેટલી રકમની માંગણી કરતા વિનુએ બેન્કને તેના બાકી નીકળતા નાણાં માટે ચેક લખી આપ્યો હતો.

બેન્ક દ્વારા ભરવામાં આવેલા ચેક રિટર્ન થતા સ્થાનિક કોર્ટમાં ચેક રિટર્નની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જે અંગે નો કેસ વકીલ જયેશ કોઠારીની દલીલને આધારે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ અમિત શાહે વિનુ પ્રજાપતિને એક વર્ષની કેદની સજા ફટકારી હતી. વધુમાં બેન્કની રકમ વ્યાજ સાથે ભરવાનો તેમજ નિયત સમયમાં રકમ નહિ ભરાયા તો વધુ છ મહિનાની સજા નો હુકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...