આરોપીઓને ફટકો:રેમડેસિવિર ઈન્જેકશનની કાળા બજારી કરનાર બે આરોપીઓની જામીન અરજી મહેસાણા કોર્ટે ફગાવી

મહેસાણા8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બંન્ને આરોપીઓ બે ઈન્જેકશન સાથે ઝડપાયા હતા
  • બંન્ને આરોપીઓએ જામીન અરજી માટે રજૂઆત કરી હતી

મહેસાણા જિલ્લામાં કોરોના મહામારી દરમિયાન અમુક પૈસાના લાલચુ માણસો રેમડેસિવિર ઈન્જેકશનના કાળાબજાર કરવામાં મશગુલ હતા, ત્યારે મહેસાણા પોલીસ દ્વારા તેમને ઝડપી લેવામાં આવ્યા હતા. જેમાંથી બે આરોપીઓએ રેગ્યુલર જામીન અરજી મહેસાણા કોર્ટમાં મૂકી હતી જે હાલ માં ફગાવી દેવામાં આવી છે.

કોરોના મહામારી દરમિયાન જિલ્લામાં પોતાના આર્થિક ફાયદા માટે રેમડેસિવિર ઈન્જેકશનના કાળાબજાર કરીને ઉચી કિંમતે ગેરકાયદેસર રીતે વેંચતા હોવાનું કૌભાંડ બહાર આવ્યું હતું. જેમાં પોલીસ આવા કેસ શોધવા માટે અલગ અલગ જગ્યાઓ પર તાપસ કરી રહ્યી હતી. ત્યારે સકુંજ હોસ્પિટલ ખાતે નોકરી કરતો કર્મચારી સહિત સાત જેટલા અલગ અલગ આરોપીઓએ એક બીજા સાથે મળીને રેમડેસિવિર ઈન્જેકશન વેચવાનો ધંધો કર્યો હતો. જેમાં પોલીસે આરોપીને બે ઇન્જેક્શન સાથે ઝડપી લીધા હતા.

આ કૌભાંડનો આરોપી ઠાકોર ગોવિંદ શિવજી જે પનાર ગામનો રહેવાસી છે તે અને મહેસાણાનો હિતેશ સુરેન્દ્રકુમાર નામના આરોપીએ રેગ્યુલર જામીન અરજી મૂકી હતી. જેમાં સરકારી વકીલ પરેશ દવેએ દલીલ કરી હતી કે, આ આરોપીઓએ પોતાના આર્થિક ફાયદા માટે ડ્રગ્સ લાયસન્સ કે કોઈ પરમિશન ના હોવા છતાં તેમજ રેમડેસિવિર ઈન્જેકશન ડોક્ટરની જરૂરિયાત મુજબ જિલ્લા કલેક્ટરની સૂચના મુજબ મળી શકે તેવી ગાઈડલાઈન હોવા છતાં આ આરોપીઓએ દર્દીઓના જીવ જોખમ માં મૂકી અને ચેડાં કર્યાં હતા.

હાલના સમયમાં ગંભીર ગુનો કર્યો હોવાથી આરોપીઓના જમીન નામંજૂર કરવા ધારદાર દલીલો કરી હતી. જેથી મહેસાણા એડિશનલ ડિસ્ટ્રીકટ જજ એમ.ડી પાંડે આરોપીઓમાં રેગ્યુલર જમીન અરજી ફગાવી હતી.

અન્ય સમાચારો પણ છે...