જામીન ફગાવ્યા:ગર્ભવતી વહુને મારમારી બાળકનું મૃત્યુ નિપજાવનાર સસરાના જામીન મહેસાણા કોર્ટે ફગાવ્યા

મહેસાણા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણા તાલુકાના ચલુવા ગામની ઘટના

મહેસાણા તાલુકામાં આવેલા ચલુવા નવાપરા ખેતરોમાં એક પરિવારની ગર્ભવતી પુત્રવધુને તેના સસરાએ મારમાર્યો હતો. જેથી ગર્ભપાત થતા બાળકનું મોત નીપજ્યું હતું. બાદમાં આરોપી સસરાએ પુત્રવધુને જાનથી મારી નાખવાની ધમકી હતી. તેમજ ઠાકોર વિશાલજીએ પણ મહિલાને માર માર્યો હતો સમગ્ર મામલે મહિલાએ લાઘણાજ પોલીસ મથકમાં બને આરોપી સામે ફરિયાદ નોંધાવી હતી. જે મામલે મહેસાણા કોર્ટે આરોપીના જામીન ફગાવ્યા છે.

આ કેસમાં ઝડપાયેલો આરોપી રઇજી ઠાકોરે પોતાના રેગ્યુલર જામીન અરજી કરી હતી. જે અંગે સરકારી વકીલ પરેશ દવેએ કોર્ટમાં દલીલ કરી હતી કે, આરોપી ફરિયાદીના સસરા થાય છે અને આરોપી જાણતો હતો કે પોતાના પુત્રની વહુ ગર્ભવતી છે, તેમ છતાં તેના પર લાકડીથી પેટના ભાગે મારમાર્યો હતો. જેના કારણે મહિલાના ગર્ભમાં રહેલા બાળક મૃત્યુ પામ્યું હતું. જે સજાની જોગવાઈ 10 વર્ષની છે તેમજ ગર્ભવતી સ્ત્રી 3 પાલન પોષણ કરવાની જવાબદારી તેમના કુટુંબની હોવા છતાં સસરાએ નિષ્ઠાપૂર્વક મારમારીને ખુબજ ખોટું કૃત્ય કર્યું છે. આવા આરોપીને જામીન આપવાથી સમાજમાં ખરાબ અસર થશે. જેથી કોર્ટ ઉપરોક્ત દલીલ ગ્રાહ્ય રાખી એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ મહેસાણા એમડી પાન્ડે એ આરોપી સસરાના રેગ્યુલર જમીન ફગાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...