જામીન ફગાવ્યા:મહેસાણા કોર્ટે 18 વર્ષના યુવકની હત્યા કરી પુરાવાનો નાશ કરનારા આરોપીના જામીન ફગાવ્યા

મહેસાણા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મોબાઇલ ચોરી મામલે યુવાનની હત્યા કરવામાં આવી હતી
  • હત્યા કર્યા બાદ આરોપીઓએ મૃતકનાં કપડાં સળગાવી દઈ પુરાવાનો નાશ કર્યો હતો
  • એડિશનલ ડિસ્ટ્રીક્ટ જજે તમામ દલીલો ગ્રાહ્ય રાખી આરોપીના રેગ્યુલર જામીન ફગાવ્યા

મહેસાણાના મંડાલીમાં મોબાઇલ ચોરી કર્યાનો વહેમ રાખી એક માસ અગાઉ 18 વર્ષીય યુવકની હત્યા કરી દેવામાં આવી હતી. બાદમાં યુવકને હત્યારાઓએ પોતાના એક્ટિવા પર બેસાડી ગામની સીમમાં આવેલા બેઠા પુલની સાઈડમાં ફેંકી દીધો હતો. બાદમાં આરોપીઓએ મૃતકનાં કપડાં સળગાવી દઈ પુરાવાનો નાશ કર્યો હતો.

આ કેસનો આરોપી પઠાણ પરવેજ ખાન મહેબૂબખાને પોતાની જામીન અરજી રજૂ કરી હતી. જેમાં સરકારી વકીલ પરેશ દવેએ કોર્ટ સમક્ષ પોતાની દલીલો મૂકી હતી. જેમાં આરોપીઓએ ભેગા મળી એક 18 વર્ષીય યુવકની ક્રૂરતાપૂર્વક હત્યા કરવાનો ગુનો કર્યો હતો. આરોપીઓ મૃતકની લાશને નગ્ન હાલતમાં ફેંકીને નાસી ગયા હતા, તેમજ પોતાનો ગુનો છુપાવવા આરોપીઓએ મૃતકના કપડાં પણ સળગાવી દીધાં હતાં અને પુરાવાનો નાશ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે આરોપી પઠાણ પરવેજ ખાન મહેબૂબખાને પોતાની જામીન અરજી રજૂ કરી હતી. જેમાં આ કેસની તપાસ હજુ ચાલુ હોવાથી આરોપીને જામીન આપવાથી સમાજમાં ખરાબ સંદેશ જશે, તેમજ જામીન આપવાથી આરોપી પુરાવા સાથે ચેડાં કરી શકે છે તેવી દલીલ સરકારી વકીલે કોર્ટમાં રજૂ કરી હતી. આ તમામ દલીલો ગ્રાહ્ય રાખી એડિશનલ ડિસ્ટ્રીક્ટ જજ એચ.આર.રાવલે આરોપીના રેગ્યુલર જામીન ફગાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...