આરોપીને ઝટકો:ઊંઝાના ડોકટર સાથે 7 લાખથી વધુની છેતરપિંડી કરનાર આરોપીના જામીન મહેસાણા કોર્ટ ફગાવ્યા

મહેસાણા6 મહિનો પહેલા
  • ડોક્ટર સાથે બેંકના કર્મચારી તરીકે વાત કરી આરોપીએ છેતરપિંડી કરી હતી

મહેસાણાના ઊંઝામાં સાત માસ અગાઉ જનરલ હોસ્પિટલના રિટાયર્ડ ડોક્ટર સાથે બેંકના કર્મચારી તરીકે વાત કરી આરોપીએ બેંકને લગતી તમામ માહિતી મેળવી લીધા બાદ કુલ 7 લાખ 80 હજાર 590 રૂપિયા અલગ અલગ આરોપીઓના ખાતામાં ટ્રાન્સફર કરાવ્યા હતા. ડોક્ટરને પોતાની સાથે છેતરપિંડી થયા હોવાની જાણ થતાં ઊંઝા પોલીસ મથકમાં અને સાયબર ક્રાઇમના 10 ઓગસ્ટના રોજ ફરિયાદ નોંધાવી હતી. જે આરોપીના મહેસાણા કોર્ટ જામીન ફગાવ્યા છે.

આ કેસમાં આરોપી નૈયબ ખલીલમિયાની પોલીસે ઝારખંડથી ઝડપ્યો હતો. આ આરોપીએ પોતાની રેગ્યુલર જામીન અરજી મહેસાણા કોર્ટમાં મૂકી હતી. સરકારી વકીલ પરેશ કે, દવેએ કોર્ટમાં દલીલો કરી હતી કે, આરોપી SBI બેંક ઝારખંડના ખાતામાં ફરિયાદીના ખાતામાંથી રૂપિયા ટ્રાન્સફર કર્યા છે. તેમજ અના સિવાય અલગ અલગ ખાતામાં આરોપીઓએ ભેગા મળી ફરિયાદીના ખાતામાંથી પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. આરોપીને અગાઉ રિમાન્ડ ઉપર મોકલવામાં આવ્યો હતો. આરોપીએ ડોક્ટરને ભોળવી વિશ્વાસમાં લઈ છેતરપિંડી કરી હતી. આવા આરોપીએ આવા કૃત્ય કરવા ટેવાયેલા હોય છે. જેવી દલીલો કોર્ટમાં કરી હતી. એડિશનલ ડિસ્ટ્રિક્ટ કોર્ટ મહેસાણાના એમ.ડી.પાંડેએ આરોપીના રેગ્યુલર જામીન ફગાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...