જામીન ના મંજૂર:કડીના કરણનગર પાસેથી ઝડપાયેલા દારૂ મામલે મહેસાણા કોર્ટે આરોપીના આગોતરા જામીન ફગાવ્યા

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દારૂ ક્યાંથી આવ્યો અને કેવી રીતે આવ્યો એ તપાસ જરૂરી​​

મહેસાણા જિલ્લાના કડીમાં કારણનગર વામજ રોડ પર એક વડની બાજુમાં આવેલી રુદ્ર ફેબ્રિકેશનની બાજુમાં પોલીસે એક ઓરડીમાંથી ગેરકાયદેસર અને પાસ પરમીટ વિનાનો વિદેશી દારૂ ઝડપી લીધો હતો. જે મામલે આરોપીએ પોતાના આગોતરા જામીન અરજી કોર્ટમાં મૂકી હતી, જેના કોર્ટે જામીન ફગાવ્યા છે.

કારણનગર વામજ રોડ પર એક ઓરડીમાંથી પોલીસે વિદેશી દારૂ ઝડપયો હતો. રેડ દરમિયાન આરોપી હિતેશજી ગોપાલજી ઠાકોર ફરાર થયો હતો. ફરાર એઓપીએ પોતાના આગોતરા જમીન માટે મહેસાણા કોર્ટમાં અરજી કરી જતી. જેમાં સરકારી વકીલ પરેશ કે દવેએ કોર્ટમાં દલીલ કરી હતી. જેમાં આરોપી પાસે દારૂ ક્યાંથી અને કેવી રીતે આવ્યો જેવી અનેક દલીલો કર્યા બાદ એમ.ડી.પાંડે એડિશનલ ડિસ્ટ્રીક જજે દલીલો ગ્રાહ્ય રાખી આરોપીના આગોતરા જામીન ફગાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...