કોર્ટ જામીન ફગાવ્યાં:મેવડ પાસે 65 લાખના વિદેશી દારૂ સહિતના મુદ્દામાલ સાથે ઝડપાયેલા આરોપીના જમીન મહેસાણા કોર્ટ ફગાવ્યાં

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણાના મેવડ પાસે એક માસ અગાઉ વિદેશી દારૂ ઝડપાયો હતો
  • આરોપીએ મહેસાણા કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી કરી હતી

મહેસાણા પાસે મેવડ ટોલ ટેક્સ પાસે એક માસ અગાઉ પોલીસે ચેકીંગ દરમિયાન એક દારૂ ભરેલો કન્ટેનર ઝડપ્યું હતું. જેમાં પોલીસે તપાસ દરમિયાન 40 લાખના દારૂ સહિત 65 લાખથી વધુ નો મુદ્દામાલ ઝપ્ત કર્યો હતો. ત્યારે આ દારૂના કેસમાં ઝડપાયેલા આરોપીએ મહેસાણા કોર્ટમાં રેગ્યુલર જામીન માટે અરજી કરી હતી, જેને મહેસાણા કોર્ટ ફગાવી હતી.

પોલીસે કુલ 65 લાખ 70 હજાર 400નો મુદ્દામાલ ઝપ્ત કર્યો હતોમહેસાણા અમદાવાદ હાઇવે પર આવેલા મેવડ ટોલ ટેક્સ પાસે પોલીસ પેટ્રોલિંગમાં હતી. ત્યારે ચેકીંગ દરમિયાન પોલીસે વિદેશી દારૂ ભરેલુ એક કન્ટેનર ઝડપ્યું હતું. પોલીસે 40 લાખથી વધુ નો વિદેશી દારૂ ઝડપ્યો હતો. તેમજ પોલીસે કુલ 65 લાખ 70 હજાર 400નો મુદ્દામાલ ઝપ્ત કર્યો હતો. ત્યારે ઝડપાયેલા આરોપી યાદવ કુલરાજ સિંહ કપ્તાન સિંહે મહેસાણા કોર્ટમાં પોતાની રેગ્યુલર જામીન અરજી કરી હતી.

સરકારી વકીલ પરેશ કે દવેએ કોર્ટમાં દલીલ કરી હતી કે, આરોપી ભેગા મળી પોતાના આર્થિક લાભ માટે કન્ટેનરનો નમ્બર બદલી ખોટો નંબર લગાવી ખોટા બિલ ખર્ચ તરીકે ઉપયોગ કરી વિદેશી દારૂ હરિયાણાથી ગુજરાત ખાતે પહોંચાડી ગુનો કર્યો હતો. જે અસામાજિક પ્રવુતિ કરતા અટકશે નહિ અને ગુનો ફરી કરી શકે છે. તેથી દલીલોને કોર્ટ ગ્રાહ્ય રાખી મહેસાણા એડિશનલ ડિસ્ટ્રીક જજ એમ.ડી.પાંડે એ આરોપીના રેગ્યુલર જામીન અરજી ફગાવી હતી.

અન્ય સમાચારો પણ છે...