તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:મહેસાણા પાલિકા વેરા વ્યવસાયકારોને હવે દર વર્ષે માગણા નોટિસ મોકલશે

મહેસાણા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસ્વીર
  • વર્ષ 2020-21 માં વ્યવસાયવેરામાં રૂ. 4.09 કરોડની આવક

મહેસાણામાં વ્યવસાયકારોએ એપ્રિલ થી સપ્ટેમ્બર સુધીમાં પાલિકામાં વ્યસાયવેરો ભરવાનો હોય છે ત્યારપછી દંડ લાગતો હોય છે.જેમાં ઘણા કિસ્સાઓમાં કોઇ વ્યવસાય કરનાર સ્થળ પર એકાદ-બે વર્ષ વ્યવસાય બંધ રાખ્યો હોય કે ત્યાં બીજો વ્યવસાય શરૂ થઇ ગયો હોય પણ પાલિકાને લેખિત જાણ ન કરી હોય તો અગાઉના નામે વ્યવસાયવેરો બાકી રહેતો હોય છે.

આવા કિસ્સાઓમાં વ્યવસાયકારો અને મુશ્કેલી સર્જાતી હોઇ તેમની સુવિધા માટે હવે વ્યવસાયકારોને ભરવાપાત્ર કરની માંગણા નોટિસ મળે તે અંગે વિચારણા કરીને સત્તાધીશોએ આયોજન કરવા શાખા અધિકારીને સુચના આપી હતી.

કારોબારી ચેરમેન કૌશિકભાઇ વ્યાસે કહ્યુ કે, કેટલાક કિસ્સાઓમાં કોઇ સ્થળે દુકાનદાર વ્યવસાય કરતાં હોય તેના નામે પાલિકાથી વ્યવસાયવેરો લેવાતો હોય, પરંતુ ત્યાં દુકાન ખાલી કરી વ્યવસાય બંધ કરે પણ પાલિકાની વ્યવસાયવેરા શાખામાંથી નામ કમી કરવાની અરજી ન કરી હોય તો પાલિકાની જાણકારી વગર તેમના નામે વ્યવસાયવેરો ચાલુ રહેતો હોય છે. હવે મિલ્કતવેરાની જેમ વ્યવસાયવેરામાં પણ દર વર્ષે માંગણા નોટિસ મોકલવાનું આયોજન પરામર્શ કરીને અમલમાં મૂકાશે.

વ્યવસાયવેરાશાખાના સુત્રોએ કહ્યુ કે, સામાન્યરીતે એપ્રિલથી સપ્ટેમ્બર સુધીમાં વ્યવસાયકારોએ કર ભરવાનો હોય છે. હવે વ્યવસાય વેરાની માંગણી નોટિસનું આયોજન કરાશે.શહેરમાં કુલ 16946 જેટલા વ્યવસાયકારો છે.કરપાત્ર વિવિધ વ્યવસાયકારો પાસેથી પાલિકાને વર્ષ 2020-21માં વ્યવસાયવેરાપેટે કુલ 4.09 કરોડની આવક નોધાઇ છે. ગત વર્ષે પાલિકાને વ્યવસાયવેરામાં કુલ રૂ. 3.70 કરોડની આવક થઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

    વધુ વાંચો