ચાર્જ મુક્ત:મહેસાણા સિવિલ સર્જન ડો.પી.એમ.જોષીને ચાર્જ મુક્ત કરાયા

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નડિયાદ, નંદાસણના મેડિકલ ઓફિસરને મહેસાણા સિવિલમાં મૂકાયા, બાળકોના 3 ડોક્ટરની મહેસાણા સિવિલમાં નિમણૂંક કરી

ઓમિક્રોન વેરીઅન્ટને લઈ રાજ્યનો આરોગ્ય વિભાગ સતર્ક બન્યો છે. સિવિલ હોસ્પિટલમાં વિવિધ જગ્યાઓ ઉપર સ્પે. તબીબોની નિમણૂંક કરીને 2 મેડિકલ ઓફિસરોને કોવિડ ડ્યુટીનો આદેશ રદ કરી નિમણૂંક સ્થળે હાજર થવાનો આદેશ કરાયો છે.

મહેસાણા સિવિલ હોસ્પિટલના સિવિલ સર્જન તરીકે હાલમાં ડો.પી.એમ. જોષી ચાર્જમાં હતા. ગુરૂવારે મહેસાણા સિવિલ હોસ્પિટલના ચાર્જમાંથી મુક્ત કરીને તેમનો ચાર્જ ડો. હર્ષદ પરમારને સોંપાયો હતો. નંદાસણના મેડિકલ ઓફિસર ચૌધરી રાજ બાબુભાઈ અને નડિયાદના મેડિકલ ઓફિસર પરમાર સંદિપકુમાર રાજેશભાઈનો તબીબી અધિકારી વર્ગ-2નો કોવિડ ડ્યુટીનો આદેશ રદ કરીને મહેસાણા સિવિલ હોસ્પિટલના નિમણૂંક સ્થળે હાજર થવાનો હુકમ કરાયો છે. આ ઉપરાંત ગાંધીનગર આરોગ્ય વિભાગે 3 બાળકોના ડોક્ટરની મહેસાણા સિવિલ હોસ્પિટલમાં નિમણૂંક કરી હોવાનું સિવિલ હોસ્પિટલના સૂત્રો દ્વારા જણાવાયું હતું.

અન્ય સમાચારો પણ છે...